તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાર પેઢીમાંથી ~ 42.32 લાખની વેટચોરી પકડાઇ

ચાર પેઢીમાંથી ~ 42.32 લાખની વેટચોરી પકડાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીના ડિલ્સનો ટીન નંબર રદ થતા રકમની વસૂલાત કરાઇ

બિઝનેસ રિપોર્ટર. રાજકોટ

વાણિજ્યવેરા વિભાગની ટીમે અમદાવાદ પાસેથી સિરામિકનો માલ ભરેલા ટ્રક પકડાયા બાદ મોરબી અને વાંકાનેર તાલુકામાં આવેલી સિરામિકની ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સિરામિક ટાઇલ્સ ઉત્પાદકે દિલ્હીના ડિલ્સના જે સી ફોર્મ રજૂ કર્યા હતા. તે બાદમાં ત્યાની વેટની કચેરીએ ડિલ્સના ટીન નંબર રદ કરી નાખતા સી ફોર્મ ખોટા બની જતા રાજકોટની વેટ કચેરીએ ચાર સિરામિક પેઢી પાસેથી રૂ.42.32 લાખની વેટચોરી પેટે ચેકની વસૂલાત કરી છે.

રાજકોટ વેટ કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાની હેમ સિરામિક, સન સિરામિક અને ડેલ્ટા સિરામિક તથા વાંકાનેર તાલુકાની લેકસો સિરામિકમાં રાજકોટ વાણિજ્ય વેરા વિભાગના જોઇન્ટ કમિશનર સંજય સકસેનાની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ચારેય કંપનીના માલિકોએ દિલ્હીના જે ડિલ્સ પાસેથી સી ફોર્મ રજૂ કર્યું હતું. તે ડિલ્સના ટીન નંબર દિલ્હીની વેટ કચેરીએ રદ કરી નાખ્યા હતા, ટીન નંબર રદ થઇ જતા સી ફોર્મ પણ આપ મેળે રદ થઇ જતું હોય છેે. સી ફોર્મ રદ થતા મોરબીની ત્રણ અને વાંકાનેરની એક કંપનીને રૂ.42.32 લાખની વેટચોરી ભરવા આદેશ કરાયો હતો. સિરામિક કંપનીઓને ટેક્નિક ફોલ્ટના કારણે લાખોની રકમ વેટ કચેરીમાં જમા કરાવી પડી હતી.

અમદાવાદની તપાસ મોરબી પહોંચી હતી

અન્ય સમાચારો પણ છે...