તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર-દિલ્હી ટ્રેન રદ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર-દિલ્હી ટ્રેન રદ કરાઇ

ભાસ્કરન્યૂઝ. રાજકોટ

હરિયાણામાંચાલી રહેલાં જાટ આંદોલનને કારણે 27મીએ રાજકોટથી સાંજે 7.30 કલાકથી ઉપડતી પોરબંદર - દિલ્હી (સરાઇ-રોહિલા) ટ્રેન રદ કરવામાં આવી છે. ઉપરાંત 29મીએ દિલ્હીથી પોરબંદર આવનાર ટ્રેનને પણ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે પોરબંદર - દિલ્હી કાલે ઉપડશે નહીં અને 29 ફેબ્રુઆરીએ દિલ્હીથી આવશે નહીં. હરિયાણામાં જાટ આંદોલનને કારણે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાંથી અન્ય રાજ્યોમાં જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. 29 ફેબ્રુઆરી બાદ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પોરબંદર - દિલ્હી ટ્રેનને તેના નિર્ધારિત સમય મુજબ ચાલુ રાખવી કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે તેમ રાજકોટ રેલવેના સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું. આંદોલનને કારણે વધુ એક વખત ટ્રેન રદ કરાતા મુસાફરો હેરાન થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...