તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શાસકો ભારે લુચ્ચા, કમિશનરની સાથે પોતાની ખર્ચની સત્તા ચાર ગણી વધારી

શાસકો ભારે લુચ્ચા, કમિશનરની સાથે પોતાની ખર્ચની સત્તા ચાર ગણી વધારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમિશનરને ખર્ચની સત્તા 10 લાખ, જ્યારે શાસકોએ પોતાની સત્તા સીધી ~13 લાખની કરી નાખી

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમનપાના શાસકો નાનામાં નાની બાબતમાં પોતાનો સ્વાર્થ પહેલા સાધી લે છે અને તે માટે એક પણ તક છોડતા નથી. આવી એક મેલીમુરાદ અંતે પૂરી કરી લીધી છે. મ્યુનિ. કમિશનરની ખર્ચની સત્તા વધારવાની દરખાસ્ત અગાઉ પેન્ડિંગ રાખીને બાદમાં એવી ચાલાકી અપનાવી કે, કમિશનરને ખર્ચની સત્તા વધારીને સાથોસાથ પોતાનો ખર્ચ સત્તામાં એકસાથે સીધો ચાર ગણો વધારો કરી નાખ્યો.

અત્યાર સુધી મ્યુનિ. કમિશનરને રૂ.1 લાખથી વધુ રકમનો ખર્ચ કરવો હોય તો નછૂટકે સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત મોકલીને મંજૂરી મેળવવી પડતી હતી. એક મહિના પહેલા કમિશનર નેહરાએ ખર્ચની સત્તા વધારવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલી હતી. વખતે શાસકોએ દરખાસ્ત પેન્ડિંગ રાખી હતી. દરખાસ્ત પેન્ડિંગ રાખવા પાછળની કુટનીતિ અંતે બહાર આવી ચૂકી છે. શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં કમિશનરના ખર્ચની સત્તા વધારવાની દરખાસ્ત ફરી મુકવામાં આવી હતી. વખતે શાસકોએ એવી ચાલાકી કરી કે કમિશનરે ખર્ચની સત્તા રૂ.10 લાખ સુધીની કરવાની મંજૂરી તો આપી દીધી પણ સાથોસાથ પોતાનું પણ સાજું કરી લીધું. શાસકોની બનેલી 15 પેટા કમિટીઓની ખર્ચની સત્તા રૂ.13 લાખ કરી નાંખી છે. કમિશનર કરતાં પણ વધુ સત્તા પેટા કમિટીઓને આપી દીધી છે.

એથ્લેટિક્સ મેદાનમાં ફી વસૂલવા સામે વિપક્ષનો ભારે હંગામો

શહેરનારેસકોર્સ સંકુલમાં આંતરરાષ્ટ્રીયકક્ષાના બનેલા એથ્લેટિક્સ મેદાનમાં દોડવા માટે પ્રજા પાસેથી પૈસા પડાવવા રજૂ થયેલી દરખાસ્ત સામે વિપક્ષે વિરોધ કર્યો હતો. રેસકોર્સની જગ્યા પ્રજાની માલિકીની છે અને અત્યાર સુધી ત્યાં વિનામૂલ્યે લોકો ઉપયોગ કરી શકતા હતા. રીતે પ્રજાના ખિસ્સા હળવા કરવાની નીતિ અયોગ્ય છે.

મંજૂર થયેલી અન્ય દરખાસ્તો

}બેટી બચાવો, બેટી પઢાઓ અને રન ફોર રાજકોટ માટે પ્રાથમિક શાળાના બાળકોના કાર્યક્રમનો ખર્ચ રૂ.2.42 લાખ મંજૂર કરાયો.

} મનપાના સર્વરના નિભાવ માટે રૂ.7.60 લાખના ખર્ચે ત્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ અપાયો.

} કે.એસ.ડીઝલ પાસે આવેલા સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનથી નાકરાવાડી પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી ડમ્પર મારફતે કચરો પહોંચાડવાના કોન્ટ્રાક્ટની મુદત વધારાઇ.

રેસકોર્સના એથ્લેટિક મેદાનને નવા રંગરૂપ આપીને ઇન્ટરનેશનલ કક્ષાનું બનાવાયું છે. અત્યાર સુધી મેદાનમાં શહેરીજનો મફત મોર્નિંગ અને ઇવનિંગ વોક કરી શકતા હતા પરંતુ હવે મનપાએ પ્રજાની માલિકીના એથ્લેટિક્સ મેદાનને વધારાની સુવિધામાં ખપાવી દઇને ફી નિયત કરી દીધી છે. જેમાં એથ્લેટિક ટ્રેક માટે વાર્ષિક રૂ.2000 જ્યારે સંકુલમાં બનેલા સ્કેટિંગ રિંગ માટે વાર્ષિક રૂ.1500ની ફી નિયત કરી દીધી છે. સ્ટેન્ડિંગ કમિટીએ તેની મંજૂરી પણ આપી દીધી છે. તેની સામે વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો છે. ફી નિયત કરવાના કારણમાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે, મેદાનના મેઇન્ટેનન્સ માટે નિર્ણય કરાયો છે.

કાયમી સ્ટાફ સેટઅપની દરખાસ્તનું ઓપરેશન કરાયું

મ્યુનિ.કમિશનરે મોકલેલી દરખાસ્ત મૂળ સ્વરૂપે એવી હતી કે, જુદી-જુદી કેડરની હંગામી જગ્યાઓને કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવાની મંજૂરી આપવી. શાસકોએ દરખાસ્તનું ઓપરેશન કરી નાખ્યું. જેમ જગ્યાની મુદત પૂરી થાય એમ દરખાસ્ત મોકલવી એવું ઠેરવી નાખ્યું હતું.

જ્યા અત્યાર સુધી મફત દોડતા એથ્લેટિક મેદાનમાં હવે પૈસા ખંખેરાશે

અગાઉ દરખાસ્ત પેન્ડિંગ રાખવા પાછળની મુરાદ બહાર આવી

ભલામણવાળી સિક્યુરિટી એજન્સી રાતોરાત લાયક બની

મહાપાલિકાનીજુદી-જુદી મિલકત અને ગાર્ડન સહિતની જાહેરજગ્યાઓના રક્ષણ માટે અપાતા ખાનગી સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં મોટાભાગની એજન્સીઓ રાજકીય ભલામણવાળી હોય છે. બે મહિના પૂર્વે ટેન્ડર પ્રક્રિયામાં માત્ર એક એજન્સી લાયક ઠરી હતી. 15 એજન્સીઓ નીકળી જાય તેમ હોવાથી શાસકોના પેટમાં રીતસર તેલ રેડાયું. અંતે દરખાસ્તમાં સુધારા કરાવીને વગ ધરાવતી એજન્સીઓને દસ્તાવેજોની પૂર્તતા કરી દેવા 15 દિવસની મુદત આપવાનો નિર્ણય કરાયો છે.

~ 66 લાખનું ઓવર પેમેન્ટ, ઓડિટમાં થયો ભાંડાફોડ

મહાપાલિકાનીવિવિધ શાખાઓ દ્વારા જે બિલ પાસ થયા છે તેનો ઓડિટ રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે આવ્યો હતો. તા. 1-4-2015થી તા. 31-12-2015 સુધીના થયેલા ઓડિટમાં બિલથી રૂ.66 લાખ વધુ ચૂકવાઇ ગયાનો ભાંડાફોડ થયો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, બાંધકામ, ડ્રેનેજ અને વોટર વકર્સ સહિતની શાખાઓના બિલ સૌથી વધુ છે. જો ભાંડાફોડ થયો હોત તો બિલની ચૂકવણીનો વહીવટ સડસડાટ ગરકી ગયો હોત પણ હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...