તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ~ 1.21 લાખની ચાંદી ભરેલો થેલો ગઠિયો ઉઠાવી ગયો

~ 1.21 લાખની ચાંદી ભરેલો થેલો ગઠિયો ઉઠાવી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંચોરીના બનાવ સતત બની રહ્યા છે, ગુરુવારે રાત્રે સંતકબીર રોડ પર પાંચ મિનિટ માટે રેઢા મૂકેલાં સ્કૂટરમાં ટિંગાડેલો રૂ.1.21 લાખની ચાંદી ભરેલો થેલો ગઠિયો ઉઠાવી ગયો હતો. ચાંદીના થેલાની ચોરી કરનાર બાઇકચાલક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હોઇ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

હરિધવા રોડ પરના અયોધ્યાનગરમાં રહેતા અને ચાંદીનું કામ કરતાં મહેશભાઇ પરષોત્તમભાઇ ડોબરિયા (ઉ.વ.34) ગુરુવારે રાત્રે રૂ.1,21,720ની કિંમતનું 3 કિલો 290 ગ્રામ ચાંદી એક થેલામાં ભરી ચાંદી બેડીપરા પોલીસ ચોકી સામે ઘનશ્યામ ભુવનમાં રહેતા વેપારી ઘનશ્યામભાઇ પાંભરને દેવા જવા નીકળ્યા હતા. ચાંદી ભરેલો થેલો પોતાના સ્કૂટરમાં ટિંગાડ્યો હતો.

વેપારી ઘનશ્યામભાઇને ત્યાં જતાં પૂર્વે રસ્તામાં સંતકબીર રોડ પર કબીરવન સોસાયટીમાં રહેતા બીજા વેપારી દિલીપભાઇ પટેલ પાસે માલ લેવા માટે મહેશભાઇ ગયા હતા અને પોતાનું સ્કૂટર દિલીપભાઇના ઘરની બહાર રાખ્યું હતું, તેમજ ચાંદી ભરેલો થેલો સ્કૂટરમાં રાખ્યો હતો. કંઇ માલ આપવાનો છે, તેવું પૂછી પાંચેક મિનિટમાં મહેશભાઇ ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે પોતાના સ્કૂટર પાસે પહોંચ્યા ત્યારે તે સ્તબ્ધ થઇ ગયા હતા. સ્કૂટરમાં ટિંગાડેલો રૂ.1,21,720ની કિંમતની ચાંદી ભરેલો થેલો ગાયબ હતો. મહેશભાઇ સહિતના વેપારીઓએ થોડીવાર આસપાસની શેરીઓમાં દોડધામ કરી થેલો અને તેને ઉઠાવી જનારની શોધખોળ કરી, પરંતુ કોઇ પત્તો લાગ્યો નહોતો. અંતે દિલીપભાઇ પટેલના ઘર પર લગાવાયેલા સીસીટીવી કેમેરાનું ફૂટેજ ચેક કરતાં એક શખ્સ બાઇકમાં ધસી આવ્યો હતો અને સ્કૂટરમાંથી થેલો લઇ ગયો તે દૃશ્ય જોવા મળ્યું હતું.

અંગે મહેશભાઇએ ફરિયાદ નોંધાવતાં બી.ડિવિઝન પોલીસે અજાણ્યા બાઇકચાલક સામેે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

સ્કૂટરમાં ટિંગાડેલો થેલો પળવારમાં ગાયબ

અન્ય સમાચારો પણ છે...