તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મવડી ચોકડીએ બનશે સાઉથ ટુ નોર્થ ઓવરબ્રિજ, ટેન્ડર પ્રસિધ્ધ

મવડી ચોકડીએ બનશે સાઉથ ટુ નોર્થ ઓવરબ્રિજ, ટેન્ડર પ્રસિધ્ધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમનપાએ રાજ્ય સરકારના બજેટ માટે રજૂ કરેલા અને સરકારે સમાવિષ્ટ કરેલા મવડી ચોકડી પરના ફ્લાય ઓવરબ્રિજ માટે મનપાએ ગણતરીની કલાકોમાં ટેન્ડર પણ પ્રસિધ્ધ કરી દીધું છે. મવડી ચોકડીએ સાઉથ ટુ નોર્થ એટલે કે બીઆરટીએસ ટ્રેકને સમાંતર ફ્લીટ ફ્લાય ઓવરબ્રિજ બનવાનો છે. દરમિયાન પાંચ વર્ષથી ચાલતા રેલનગર બ્રિજનું કામ હજુ પણ વધારાના એસ્ટિમેટના મામલો ઘોંચમાં પડેલું છે.

મનપાના આગામી વર્ષના બજેટમાં નવા કોઇ ઓવરબ્રિજની જોગવાઇ કરેલી હતી. જૂની જોગવાઇમાંથી મવડી ઓવરબ્રિજનો પણ કોઇ ઉલ્લેખ બજેટમાં થયેલો હતો. પછી મનપાના શાસકો અને કમિશનર વિજય નેહરાએ સરકારમાંથી મગાયેલા ભાવિ વિકાસ કામોની યાદીમાં મવડી ચોકડીએ ઓવરબ્રિજ સહિત 8 પ્રોજેક્ટ માટે રૂ.700 કરોડ માગ્યા હતા. રાજ્ય સરકારે ચાર પ્રોજેક્ટનો બજેટમાં સમાવેશ કર્યો છે. પૈકી મવડી ચોકડીએ ઓવરબ્રિજની જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવતા મનપાએ તક ઝડપી લઇને ગણતરીની કલાકોમાં બ્રિજ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ કરી નાખી છે. હાલ કે.કે.વી. ચોક અને ઇન્દિરા સર્કલ પરથી જે રીતે બ્રિજ બનાવવામાં આવ્યો છે પેટર્ન મુજબ સાઉથ ટુ નોર્થ ફ્લીટ ઓવરબ્રિજ બનવા જઇ રહ્યો છે.

હાલ રાજકોટમાં ચાલતા બ્રિજના બે પ્રોજેક્ટમાં એક મોરબી રોડ ફાટક પર અને બીજો બ્રિજ રેલનગરમાં બની રહ્યો છે. જેમાં રેલનગર બ્રિજમાં વધારાના એસ્ટિમેટનું કોકડું હજુ અણઉકેલ છે.

ફેઇઝ 2ના કામ માટે 38% નીચા ભાવ આવ્યા

ઘંટેશ્વરથીકાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સુધી રિંગરોડ-2નું કામ પૂર્ણતાના આરે છે. હાલ એક લેન બનાવવામાં આવી હતી. હવે બાજુમાં બીજી લેન બનાવવા માટે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. કામ માટે 38 ટકા ડાઉન ભાવથી ટેન્ડર આવ્યું છે. શ્રીજી કન્સ્ટ્રકશન નામની એજન્સીને 18 માસમાં કામ પૂર્ણ કરવાની શરતે કોન્ટ્રાક્ટ અપાયો છે.

રેલનગર બ્રિજમાં એસ્ટિમેટના મુદે્ પ્રોજેક્ટ ઘોંચમાં

અન્ય સમાચારો પણ છે...