તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટીપી સ્કીમ નં.9ને પ્રારંભિક લીલીઝંડી

ટીપી સ્કીમ નં.9ને પ્રારંભિક લીલીઝંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટનાવિકાસનું ગળું ઘોટતી હોય એવી વર્ષો જૂની પેન્ડિંગ ટીપી સ્કીમ પૈકી 24 વર્ષ પહેલા ડ્રાફ્ટ થયેલી રાજકોટ ટીપી સ્કીમ નં.9ને અંતે આટલા વર્ષે પ્રારંભિક લીલીઝંડી આપીને સરકારમાં મોકલાઇ છે. પ્રારંભિક બાદ હવે સીધી ફાઇનલ મંજૂરીની પ્રક્રિયા થશે અને તેમાં ફેરફાર લગભગ નહીંવત હોય છે. કુલ 190 હેક્ટર વિસ્તારમાં પથરાયેલી ટીપી સ્કીમમાં રામાપીર ચોકડીથી લઇને છેક માધાપર ગામ અને બજરંગવાડી, મોચીનગર સહિતના આસપાસના વિસ્તારો આવી જતા હોય વિસ્તારના વિકાસનો સિતારો હવે વધુ ચમકશે.

રાજકોટ મહાપાલિકા કે રૂડા કોઇ પણ ટીપી સ્કીમ ડ્રાફ્ટ કરે પછી તેના માટે સરકાર ટીપીઓ નિયુક્ત કરે છે. ટીપીઓ સ્કીમને અલગ અલગ તબક્કે પ્રક્રિયા કરીને આખરી ફેરફાર કરીને પ્રારંભિક મંજૂરીના સ્વરૂપે સરકારમાં મોકલે છે. પ્રારંભિક સ્વરૂપમાં લગભગ નહીંવત એવા ફેરફાર સાથે સરકાર મંજૂરીની મહોર લગાવે છે. છેલ્લા 24 વર્ષથી પ્રક્રિયામાં અટવાયેલી રાજકોટ ટીપી સ્કીમ નં.9ને અંતે પ્રારંભિક મહોર લાગી ચૂકી છે. ગુરુવારે ગવર્મેન્ટ ટીપીઓએ ટીપી સ્કીમને સરકારમાં મોકલી પણ આપી છે. ટીપી સ્કીમનું કુલ ક્ષેત્રફળ 190 હેક્ટર જેટલું છે. ટીપીને સરકારમાંથી આખરી મંજૂરી મળશે એટલે વિસ્તારની જમીન વધુ સોના જેવી લગડી તો બની જશે સાથોસાથ કપાત જેવી અમુક શક્યતાના કારણે અટવાયેલો વિકાસ હવે વધુ વેગવંતો બનશે.

રાજકીય છેડા ધરાવતા મોટાં માથાઓને ખટવી દેવા કારીગરી થયાનો ગણગણાટ

રાજકીયછેડા ધરાવતા હોય એવા મોટાં માથાઓથી માંડી ચોક્કસ બિલ્ડરોની જમીન ટીપી સ્કીમ નં.9માં આવે છે. જે તે વખતે ડ્રાફ્ટ બની હતી ત્યાંરથી જમીન ટેકવી લેવામાં આવી હતી. વખતો વખત સ્કીમમાં ફેરફાર થયા. આખરી મંજૂરી પહેલાની પ્રારંભિકમાં મોટાં માથાઓની જમીન લગડી બની જાય રીતે રોડ કાઢવાની જબરી કારીગરી થઇ ગયાનો ગણગણાટ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા જાણકારોમાં થઇ રહ્યો છે.

ટીપી નં.9માં ક્યા-ક્યા વિસ્તારો સમાવિષ્ટ

હેતુ પ્લોટની ક્ષેત્રફળ

સંખ્યા ચો.મી.માં

આવાસયોજના 3 53,097

રહેણાક 9 49,850

હેતુપ્લોટની ક્ષેત્રફળ

સંખ્યા ચો.મી.માં કોમર્શિયલ9 64,778

ગાર્ડન 6 18,752

હેતુપ્લોટની ક્ષેત્રફળ

સંખ્યા ચો.મી.માં

સોશિયલઇન્ફ્રા. 12 73,063

પાર્કિંગ 2 497

અબજોનો ફાયદો, 2,60,137 ચો.મી. જમીનનો કબજો મળશે

(ટીપી સ્કીમ મહાપાલિકા હદમાં આવતી હોય સરકારમાંથી આખરી મંજૂરી મળ્યે મનપાને અબજો રૂપિયાનો ફાયદો થવાનો છે. ટીપીમાં અાવતા વિવિધ હેતુના કુલ 2,60,137 ચો.મી. જમીનનો કબજો મનપાને મળશે. તેના વેચાણથી મોટી આવક થશે. જે નીચે મુજબ છે.)

ટીપી સ્કીમ નં.9ની હદ રામાપીર ચોકડી નજીકથી ચાલુ થઇને છેક માધાપર ગામના સીમાડા સુધીનો વિસ્તાર આવરી લેવાયો છે. દોઢસો ફૂટ રિંગરોડના પૂર્વ અને પશ્ચિમ બન્ને બાજુ સિતારો વધુ ચમકશે. બજરંગવાડી, મોચીનગર, શીતલપાર્ક સહિતના સંખ્યાબંધ વિસ્તારોને તેનો લાભ મળવાનો છે.

અન્ય સમાચારો પણ છે...