તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યના 29 PI,28PSIનીબદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીએસઆઇ-પીઆઇનીબદલીની લાંબા સમયથી ચાલી રહેલી વાતો વચ્ચે શુક્રવારે ગૃહ વિભાગે બદલીનો પહેલો ઘાણવો કાઢ્યો હતો. 28 પીએસઆઇની બદલી કરી હતી, જેમાં રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરાને સુરત ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા હતા, જ્યારે અમદાવાદ ફરજ બજાવતાં બી.ડી.રાઠવા તેમજ ભાવનગર ફરજ બજાવતાં બી.ટી.વાઢિયાને રાજકોટ શહેરમાં મૂકવામાં આવ્યા હતા. નર્મદા ફરજ બજાવતાં પીએસઆઇ એમ.એન.રાણાને રાજકોટ ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા હતા. 29 પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં પીઆઇ ડી.એચ.ભટ્ટને રાજકોટ શહેરમાં મૂકવામાં આવ્યા છે. તેમજ એ.બી.વાળંદને પોલીસ તાલીમ એકેડમી જુનાગઢ ખાતે અને અમદાવાદમાંથી પીઆઈ એ.વી.રાજગોરને પાટણ મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...