તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અઠવાડિયામાં ગરમી વધશે, ઉનાળાના આગમનના એંધાણ

અઠવાડિયામાં ગરમી વધશે, ઉનાળાના આગમનના એંધાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજયમાંપ્રવર્તતા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરનાં ઠંડા પવનોને કારણે છેલ્લાં કેટલાંક દિવસોથી રાજયમાં ડબલ સિઝન ચાલી રહી છે. આગામી એક અઠવાડિયામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને આંબી જવાની શકયતા હવામાન વિભાગે દર્શાવતા ઉનાળાના આગમનના એંધાણ થશે. શુક્રવારે રાજકોટ સહિત રાજયનાં 13થી વધુ શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રીને પાર કરી ગયો હતો. તેમજ સમગ્ર રાજયમાં 37.2 ડિગ્રી સાથે વડોદરામાં સોથી વધુ ગરમી નોંધાઇ હતી.

રાજકોટમાં કેટલાંક દિવસોથી ગરમીનો પારો 33 ડિગ્રીની આસપાસ રહેવાં છતાં રાત્રે શરૂ થતાં ઠંડા પવનોને કારણે લોકો ગરમીનો ઓછો અનુભવ કરી રહ્યાં છે. પરંતુ,શુક્રવારે રાજકોટનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી વધીને 36.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી એક અઠવાડિયામાં શહેરમાં ગરમીનો પારો વધીને 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18થી 19 ડિગ્રી પહોંચવાની શકયતા હોવાથી હવે ધીમે ધીમે ગરમીનું જોર વધી શકે છે.

ચાર દિવસ દરમિયાન રાજયનાં મોટાભાગનાં શહેરોનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. શુક્રવારે રાજયનાં 13 જેટલાં શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રી પાર કરી ગયો છે. સાથો સાથ લઘુત્તમ તાપમાન પણ વધીને 13થી 21 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. રાજયમાં વધેલાં મહત્તમ તાપમાનમાં અમદાવાદ 35.3, અમરેલી અને મહુવા- 35.8, કંડલા પોર્ટ- 35.1, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભુજ- 36.3, પોરબંદર- 36.5 તેમજ સમગ્ર રાજયમાં 37.2 ડિગ્રી સાથે વડોદરામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

37.2 ડિગ્રી સાથે વડોદરા સૌથી વધુ ગરમ શહેર

અન્ય સમાચારો પણ છે...