તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેસકોર્સ રિંગરોડ પર ક્રિસન્ટ એપાર્ટમેન્ટમાં 4 મિલકત સીલ કરાઇ

રેસકોર્સ રિંગરોડ પર ક્રિસન્ટ એપાર્ટમેન્ટમાં 4 મિલકત સીલ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમનપાની ટેક્સ બ્રાન્ચે તૈયાર કરેલા વોર્ડવાઇઝ હિટલિસ્ટમાંથી શુક્રવારે રેસકોર્સ રીંગરોડ જેવા પ્રાઇમ લોકેશનમાં આવેલા ક્રિસન્ટ બિલ્ડિંગમાં ત્રણ ફ્લેટ તેમજ સામાકાંઠે પટેલનગરમાં એક કારખાનાને તાળાં મારી દીધા હતા.

મનપાની ટેક્સ બ્રાન્ચનો ચાલુ વર્ષના બજેટનો આવક લક્ષ્યાંક રૂ.190 કરોડ છે. જો કે તે પાર કરવા માટે રોજના એક કરોડની આવક થાય તો સંઘ દ્વારકા પહોંચી શકે તેમ છે. નાણાકીય વર્ષ પૂરું થવા આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વસૂલાતની ઝૂંબેશ વધુ તેજ બનાવી છે. દરમિયાન શુક્રવારે રેસકોર્સ રિંગ રોડ પર આવેલા ક્રિસન્ટ એપાર્ટમેન્ટમાં ટેક્સ ઇન્સ્પેક્ટરોની ટીમ ત્રાટકી હતી. વીંગમાં ફ્લેટ નં.901 અને ફ્લેટ નં.10 તેમજ બી વીંગમાં દસમા માળે એક ફ્લેટ સીલ કરી દીધો હતો. ઉપરાંત સામાકાંઠે પટેલનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા રણછોડભાઇ દેવશીભાઇ મારકણાની માલિકીના કુળદેવી મશીન ટુલ્સ નામના કારખાનાને પણ તાળા મારી દેવામાં આવ્યા હતા. કોર્પોરેશનની ટેક્સ બ્રાન્ચે ચાલુ વર્ષનો બજેટનો લક્ષ્યાંક પૂરો કરવા શહેરમાં વેરો ભરતી મિલકતોન સીલ કરવા કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...