તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ક્ષતિયુક્ત સ્પીડબ્રેકર મુદ્ે તંત્ર સામે કેસ થઈ શકે

ક્ષતિયુક્ત સ્પીડબ્રેકર મુદ્ે તંત્ર સામે કેસ થઈ શકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંઆડેધડ ખડકાઈ ગયેલા સ્પીડબ્રેકર્સ અંગે ‘દિવ્ય ભાસ્કરે’ પ્રજાની લાગણીને વાચા આપ્યા બાદ હવે શહેરના જાગૃત નાગરિકોએ ઝુંબેશ ઉપાડી લીધી છે. અનેક ક્ષેત્રોમાં સેવાની આહલેક જગાવનાર જાણીતા અગ્રણી ટી.ડી. પટેલે મ્યુનિ.કમિશનર નેહરાને મળી અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. મ્યુનિ.કમિશનરે પણ સ્વીકાર્યું હતું કે, મોટાભાગના સ્પીડબ્રેકર્સ ગેરકાયદે છે. ટી.ડી. પટેલે મુદ્દે કાનૂની સમજણ પણ આપીને તંત્રને ચેતવણી પાઠવી છે.

ટી.ડી. પટેલ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી દસ્તાવેજો મેળવી સ્પીડબ્રેકરના સાચા માપ-સાઈઝ મેળવ્યા છે. વિવિધ પ્રકારના અને અલગ અલગ રસ્તાઓ માટે ચોક્કસ સાઈઝ અને ડિઝાઈન નક્કી કરેલ છે. તંત્રે માપદંડ મુજબ સ્પીડબ્રેકર બનાવવા જોઈએ. બમ્પની આગળ બોર્ડ મૂકવું જોઈએ. સફેદ પટ્ટા લગાવવા જોઈએ. સ્ટ્રીમ સ્પીડબ્રેકર્સ માટે પણ ચોક્કસ માપદંડ છે.

જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ ક્ષતિયુક્ત સ્પીડબ્રેકરને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. બે વર્ષ પહેલાં ટી.ડી. પટેલના સગા મોટાભાઈ વિઠ્ઠલભાઈનું પણ સ્પીડબ્રેકરને કારણે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના કહેવા મુજબ આવા કિસ્સામાં આઇપીસી કલમ 304 હેઠળ એફઆરઆઈ કરી શકાય છે. ક્ષતિભર્યા સ્પીડબ્રેકર્સને કારણે મણકામાં ઈજા કે અન્ય શારીરિક નુકસાન સામે સીઆરપીસીની કલમ 133 મુજબ પણ ગુનો દાખલ કરી શકાય છે. ટી.ડી. પટેલે ભૂતકાળમાં આવા કેસ કર્યા પણ છે. મુદે્ મનપા તંત્ર તથા શાસક ભાજપના અને વિપક્ષ કોંગ્રેસના પદાધિકારીઓએ સેવેલા દુર્લક્ષ સામે રોષ વ્યક્ત કરી તેમણે મુદ્દે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી અને તેનો હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.

એકજાન સોસાયટી રોડ પર નિયમોને નેવે મૂકી મસમોટાં સ્પીડબ્રેકર ખડકી દેવાયા છે.

ટેકરા જેવડા સ્પીડ બ્રેકર દૂર કરો

ભાસ્કરના વાચકોની મરજી

{ સ્પીડ બ્રેકર પર ઝીબ્રા પટ્ટા હોવા જોઇએ અને સ્પીડ બ્રેકર સ્કૂલ, હોસ્પિટલ અને માર્કેટની આજુબાજુ હોવા જોઇએ જયાં ત્યાં સ્પીડ બ્રેકર હોવા જોઇએ. -સંજયબત્રા (8401268783)

{ પોપટપરા સેન્ટ્રલ જેલથી લઇને રેલનગર સુધી 10-10 ફૂટના અંતરે શેરી ગલીઓમાં સ્પીડ બ્રેકર ખડકી દેવામાં આવ્યા છે. લોકો સ્પીડ બ્રેકરથી ત્રસ્ત છે. -ગુપ્તારોબીન (8488818840)

{ અાનંદનગર, ગુરુજન સોસાયટી, કોઠારિયા મેઇન રોડ પર જાતે સ્પીડ બ્રેકર બનાવેલ છે. જેને દૂર કરવા જોઇએ. -રજનીશ પીપળિયા (9825706902)

રજૂઅાત | રાજકોટના જાગૃત નાગરિકે મહાનગરપાલિકા તંત્રનો કાન આમળ્યો

વાંચકોએ મોકલેલા 1428 થી વધુ SMS માંથી પસંદગીના SMS પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...