તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કમલેશ રામાણી જેલહવાલે, રિમાન્ડની સોમવારે સુનાવણી

કમલેશ રામાણી જેલહવાલે, રિમાન્ડની સોમવારે સુનાવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીપર દુષ્કર્મ આચરી તેની વીડિયો ક્લિપ ઉતારી વારંવાર ભોગ બનાવવાના કેસમાં પોલીસે બિલ્ડર કમલેશ રામાણીનું શુક્રવારે તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. પોલીસે કરેલી રિમાન્ડ અરજી અંગે બંને પક્ષે ધારદાર દલીલો થતાં કોર્ટે સુનાવણી સોમવાર સુધી મુલત્વી રાખી બિલ્ડર કમલેશને જેલહવાલે કર્યો હતો.

દુષ્કર્મ અને ધમકી આપવા સહિતના ગુનામાં ફરાર વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણીને ક્રાઇમબ્રાંચે માલિયાસણ પાસે આવેલા પેટ્રોલપંપેથી એક બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. દારૂના કેસમાં જેલમાં ધકેલાયેલા કમલેશ રામાણીનો દુષ્કર્મ કેસમાં ગુરુવારે મહિલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. શુક્રવારે પોલીસ બિલ્ડર રામાણીને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ લઇ ગઇ હતી અને ત્યાં કમલેશે પુરુષત્વનો ટેસ્ટ પાસ કર્યો હતો.

યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, કમલેશ રામાણીએ બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું અને તેનું વીડિયો શૂટિંગ ઉતારી ક્લિપ બનાવી હતી ક્લિપ બતાવી, તેમજ રિવોલ્વર દેખાડી કમલેશ વારંવાર ભોગ બનાવતો હતો. પોલીસે વીડિયો ક્લિપિંગ તેમજ રિવોલ્વર કબજે કરવા સહિતના મુદ્દે તપાસ કરવા કમલેશને પાંચ દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો.

કોર્ટે સોમવાર સુધી સુનાવણી મુલત્વી રાખી આરોપી કમલેશને જેલહવાલે કર્યો હતો.

હોસ્પિટલમાં પુરુષત્વનો ટેસ્ટ બિલ્ડરે પાસ કર્યો

અન્ય સમાચારો પણ છે...