તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તલાટી મંત્રી બનવા રાજકોટમાં 41081 ઉમેદવાર પરીક્ષા આપશે

તલાટી-મંત્રી બનવા રાજકોટમાં 41081 ઉમેદવાર પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારના ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા રવિવારે તલાટી-મંત્રીની પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે રાજકોટમાં પરીક્ષામાં 41081 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તકેદારી આયોગના અધિકારીઓ દરેક કેન્દ્ર પર મૂકવામાં આવ્યા છે અને પરીક્ષાના સંચાલન માટે કુલ 2347 કર્મચારીઓને જવાબદારીઓ સોંપાઇ છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી જે.કે. વિસિયાએ જણાવ્યું હતું કે, 2035 તલાટી-મંત્રીની રવિવારે પરીક્ષા લેવામાં આવનાર છે. જેના માટે 143 બિલ્ડિંગના 1370 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને દરેક વર્ગ ખંડમાં 1 ખંડ નિરીક્ષક અને ત્રણ વર્ગ ખંડે 1 સુપરવાઇઝર મૂકવામાં આવ્યા છે. પરીક્ષામાં ગેરરીતિ થાય તે માટે ગાંધીનગરથી જોઇન્ટ સેક્રેટરી કક્ષાના ત્રણ-ત્રણ અધિકારીઓની બે ફ્લાઇંગ સ્કવોડ પરીક્ષા કેન્દ્રો પર બાજ નજર રાખશે. ઉપરાંત સીસીટીવી કેમેરાવાળા દરેક બિલ્ડિંગમાં એક તકેદારી સુપરવાઇઝર અને એક આયોગના અધિકારીને ફરજ પર મુકાશે અને જે બિલ્ડિંગમાં સીસીટીવીની સુવિધા હોય ત્યાં આયોગના વધારાના એક અધિકારી મળી કુલ 3 અધિકારી મૂકવામાં આવશે.

પરીક્ષા ખંડમાં સુપરવાઇઝરને પણ મોબાઇલ રાખવા પર મનાઇ ફરમાવવામાં આવી છે, તેમજ દરેક પરીક્ષાર્થીને રિસિપ્ટ સાથે ફોટો આઇ.ડી. સાથે રાખવાનું રહેશે. જે વિદ્યાર્થીનો રિસિપ્ટમાં ફોટો સરખો આવ્યો હોય તેમને ફોટો આઇ.ડી. ફરજિયાત છે અને તેમનું સ્થળ પર રોજકામ કરાશે. ઉમેદવારને વર્ગખંડમાં 11 વાગ્યા બાદ પ્રવેશ અપાશે.

અન્ય સમાચારો પણ છે...