• Gujarati News
  • National
  • તલાટીના મુદ્દે સા.સભા તોફાની બની

તલાટીના મુદ્દે સા.સભા તોફાની બની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટજિલ્લા પંચાયતમાં ગુરુવારે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં વહીવટી પ્રશ્નોમાં અધિકારીઓના અસહકારભર્યા વલણના મુદ્દે કોંગ્રેસ-ભાજપના સભ્યોએ સાગમટે વહીવટી તંત્ર પર તડાપીટ બોલાવી હતી અને પંચાયતના સદસ્યોને નહી ગાંઠતા અધિકારીઓને ભીડવ્યા હતા. ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના તલાટીના મુદ્દે કોંગ્રેસના સભ્ય કિશોર પાદરિયાએ તલાટી પર અને ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરી રોષભેર સભાત્યાગ કર્યો હતો.

પેઢલા બેઠકના સદસ્ય કિશોર પોપટભાઇ પાદરિયાએ તેમના મતક્ષેત્રના મોટા ગુંદાળા ગામે ફરજ બજાવતા તલાટી મંત્રી પી.એ.મહેતાના વાણી વ્યવહાર, અનિયમિતતા સહિતના મુદ્દે ગંભીર આક્ષેપો કરી 100 લોકોની સહી સાથે ફરિયાદ આપી છતાં તલાટીની બદલી શા માટે નથી થતી, તેમ કહી ઉચ્ચ અધિકારીઓ પર પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા અને અનેક આઇએએસ અધિકારીઓ હાલમાં જેલના સળિયા ગણી રહ્યા હોવાનું જણાવી મનઘડત વહીવટ ચલાવવાનો બંધ કરવા ચીમકી આપી હતી.

તેમજ અમુક અધિકારીઓ સરપંચને માર મારવાની અને એસીબીમાં પકડાવી દેવાની સલાહ આપતા હોય છે. જો તે રીતે પકડાવવા માંડીએ તો અડધી જિલ્લા પંચાયત ખાલી થઇ જાય, તેમ કહી તલાટીની બદલી કરાશે કે નહીં, તેવો સવાલ આક્રોશ સાથે ડીડીઓ જી.ટી.પંડ્યાને પૂછતાં તેઓએ સદસ્યના કહેવાથી બદલી થાય તેમ પરખાવી દેતાં કિશોર પાદરિયા અને અન્ય સભ્યો વોકઆઉટ કરી ગયા હતા અને ડીડીઓની કચેરી સામે ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આમંત્રિતોને બેસાડવાના મુદ્દે વિવાદ

જિલ્લાપંચાયતના સ્ટેજ પર ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ અધ્યક્ષ અને અધિકારીઓ સિવાય કોઇ બેસી શકે તેમ કહી વિરોધ પક્ષના સદસ્ય ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજાએ દિનેશ ચોવટિયાને સ્ટેજ પર બેસાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં ડીડીઓએ અધ્યક્ષ નિર્ણય કરશે.

પૂર્વકારોબારી ચેરમેનને શ્રધ્ધાંજલિ અપાઇ

સામાન્યસભાના પ્રારંભે પૂર્વ કારોબારી ચેરમેન કનુભાઇ ઇશ્વરલાલ ધ્રુવ અને જલારામ બાપાના વંશજ રઘુરામબાપાને તમામ સભ્યોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પી હતી.

કોંગ્રેસના સદસ્ય ચંદુભાઇ શિંગાળાએ પ્રશ્નોત્તરીના જવાબ વહેલા આપવાના મુદ્દે, ગ્રાન્ટની રકમના ખર્ચના મુદ્દે અધિકારીઓને ભીડવ્યા હતા, એકપણ જિલ્લા પંચાયતમાં માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બન્યો હોવાનો મુદ્દે તડાપીટ બોલાવી હતી, તેમજ રાજકોટ જિલ્લાના 54 ગામો કે જે રૂડા હેઠળ આવે છે તેના વિકાસ માટે જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી ખર્ચો કરવાની સિસ્ટમનો વિરોધ કરી રૂડા પાછળ વપરાતી ગ્રાન્ટ જિલ્લાના અન્ય ગામોના વિકાસમાં વાપરવા સૂચન કર્યું હતું.

54 ગામોના ખર્ચનો ભાર પંચાયતની કેડે શા માટે

અધિકારીઓ સરપંચને મારવાની સલાહ આપે છે: કિશોર પાદરિયાની સટાસટી

અન્ય સમાચારો પણ છે...