તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફરી મિટિંગ! કમિશનર આજે માલધારીઓ સાથે બેઠક કરશે

ફરી મિટિંગ! કમિશનર આજે માલધારીઓ સાથે બેઠક કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારાજમાર્ગો ઉપર મનફાવે તેમ ઢોર છુટ્ટા મૂકી દેવાની ટેવ ધરાવતા ઢોરમાલિકોને અત્યાર સુધીમાં અનેક જીવતદાન અપાયા છે! કરોડો રૂપિયાની જમીન એનિમલ હોસ્ટેલ માટે ફાળવી દેવામાં આવી છે. આમ છતાં ઢોરને શહેરની અંદર રાખી મનપાના સ્ટાફ ઉપર હુમલો કરવાનો સિલસિલો ચાલુ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં પણ મનપાએ મિટિંગ પે મિટિંગનો દોર ચાલુ રાખ્યો છે. હવે વર્ષો જૂની માલધારી વસાહતનો મુદ્દો લઇને શુક્રવારે માલધારીઓ સાથે બેઠક રાખવામા આવી છે.

છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી મનપાના કાગળ પર રહેલી માલધારી વસાહત યોજનાની ફાઇલ વધુ એકવખત એભરાઇએથી ઉતારવામાં આવી છે. આટલા વર્ષોથી માત્રને માત્ર ચર્ચાઓ થતી રહી. માલધારીઓ સાથે અનેકવખત મુદ્દે મંત્રણા પણ થઇ ચૂકી છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી મનપાએ રખડતા ઢોર ઉપર તવાઇ ઉતારવાનું શરૂ કર્યું છે. તેની સામે વધુ એકવખત ઢોરમાલિકોએ જ્યારે માથું ઊંચક્યું હતું ત્યારે મ્યુનિ. કમિશનરે એવું કહ્યું હતું કે, પહેલા એનિમલ હોસ્ટેલમાં ઢોર મોકલવાનું શરૂ કરો પછી માલધારી વસાહતની માગણી કરજો.

કમિશનરના કડક વલણ બાદ અચાનક માલધારી વસાહતના મુદ્દે શુક્રવારે ઢોરમાલિકો સાથે મિટિંગનું આયોજન કરી નાખ્યું છે. રખડતા ઢોરની સમસ્યાનો નિવેડો જો માલધારી વસાહતથી આવી જતો હોય તો બેશક મંત્રણા આવકારદાયક છે.

ઢોર પકડ ઝુંબેશ ચાલશે જ, મિટિંગનો હેતુ પણ સ્પષ્ટ છે

^માલધારીઓસાથે મિટિંગ યોજવાનો હેતુ માત્રને માત્ર માલધારીઓને વસાહત સંબંધી સમજણ, તેની નીતિ અને પ્રાથમિક સરવે માટેનો છે. બાકી મિટિંગ પછી પણ ઢોર પકડવાનો સપાટો બોલાવવાનું ચાલુ રહેવાનું છે. ઊલટાનું વધુ વેગવંતું બનશે.> વિજયનેહરા, મ્યુનિ.કમિશનર

ઢોર પકડવાની કામગીરી સાથે માલધારી વસાહતના મુદ્દે થશે મિટિંગ

એનિમલ હોસ્ટેલમાં સફળતા મળતા તંત્રે આદર્યો બેઠકનો દોર

અન્ય સમાચારો પણ છે...