તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એક દી’માં 6140 ગજાનનની પ્રતિમાનું વિસર્જન

એક દી’માં 6140 ગજાનનની પ્રતિમાનું વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટવાસીઓએ10 દિવસ સુધી વિઘ્નહર્તાની ભક્તિ કર્યા બાદ ગુરુવારે આસ્થાભેર વિસર્જન કર્યું હતું. નિયત વિસર્જનના પાંચ સ્થળે સવારે 7 થી રાત્રે 10:30 વાગ્યા સુધીમાં એક દિવસમાં નાની-મોટી 6140 મૂર્તિનું વિસર્જન થયું હતું.ગણેશ વિસર્જનને ધ્યાને લઇ ગુરુવારે ફાયરબ્રિગેડનો સ્ટાફ નિયત પાંચ સ્થળે તૈનાત થઇ ગયા હતા. મોટી મૂર્તિનું ક્રેન મારફતે ઊંડા પાણીમાં વિસર્જન કરાયું હતું અને વિસર્જન થયેલી મૂર્તિનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. નિયત કરેલી જગ્યામાં હનુમાનધારા, મવડીના પાળ પાસે આવેલી જખરાપીરની જગ્યા પાસે, આજીડેમ ઓવરફ્લો સાઇડ અને ખાણ નં.1 તથા 2 ઉપરાંત વાગુદળ પાસેના જળાશયમાં નાની-મોટી થઇને કુલ 6140 મૂર્તિનું વિસર્જન થયું હતું.

સ્થળે સર્જનહારની મૂર્તિનું કરાયું ‘વિસર્જન’

12000 માટીની મૂર્તિનું વિતરણ

ડોલ્સમ્યુઝિયમના નેહા મહેતાના જણાવ્યું હતું કે, પર્યાવરણની જાગૃતિ અર્થે મૂર્તિકારને બોલાવીને ચાકડા પર 3 ઇંચની 12000 લાઈવ મૂર્તિ બનાવાઇ હતી અને માટીની મૂર્તિ બાળકોને ભેટમાં અાપવામાં આવી હતી. આજ પ્રકારે પંચવટી સોસાયટીના મહેન્દ્રભાઈ રાઠોડ વગેરે દ્વારા 900થી વધુ 3 ઈંચની મૂર્તિનું વિતરણ કરાયું હતું. બન્ને સ્થળે પાણીના ટબમાં વિસર્જન કરાયું હતું.

વિસર્જનમાં ત્રણ શખ્સ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

આજીડેમનજીક ગણેશ વિસર્જન વેળાએ ઊંડા પાણી સુધી જતાં દલસુખ પતુભાઇ ચારોલા, ભરત પતુભાઇ ચારોલા અને વિલાસ લક્ષ્મણભાઇ મોરેએ જે થાય તે કરી લેવાનું કહીને પોલીસની ફરજમાં રૂકાવટ કરતા પોલીસે ત્રણેય શખ્સ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો.

શિવસેના દ્વારા કરાયું ગણેશભક્તોનું સન્માન

શહેરનાવિવિધ વિસ્તારોમાં સ્થાપિત ગૌરીનંદનની ભાદરવા સુદ-14 અનંત ચતુર્દશી ગુરુવાર બપોરના વિસર્જન યાત્રા યોજાઈ હતી. જો કે, વિસર્જન પૂર્વે પ્રતિ વર્ષની માફક વર્ષે પણ બપોરે એક વાગ્યે ટ્રક,મેટાડોર સહિતના મોટી મૂર્તિ ધરાવતા વાહનો શાસ્ત્રીમેદાનમાં એકઠા થયા હતા. ત્રિકોણબાગ ખાતે વિવિધ મંડળોના આગેવાનો,વાહન ચાલકો મળી 125થી વધુ ગણેશભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પરાપીપળિયાના ધુનામાં વધુ એક યુવાન ડૂબી ગયો

હનુમાનધારામાંબુધવારે ગણેશ વિસર્જન સમયે 5 યુવક ડૂબી ગયાના બનાવના આંસુ સુકાયા નથી ત્યાં ગુરુવારે એસ.કે.ચોકના પંડાલના ગણપતિ વિસર્જન માટે ભાવિકો પરાપીપળિયા ગયા હતા. પાણીના ઘુનામાં ગણેશ વિસર્જન સમયે જીવંતિકાનગરમાં રહેતા યોગેશ સુરેશભાઇ ચૌહાણ સહિત બે યુવક ડૂબ્યા હતા. જે પૈકી એકને બચાવી લેવાયો હતો, પરંતુ યોગેશ ઊંડા પાણીમાં ગરક થઇ જતાં તેનું મૃત્યુ થયું હતું. યોગેશના પિતા સુરેશભાઇ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે. એકના એક પુત્રનું અકાળે મૃત્યુ થતાં પરિવારે કાળો કલ્પાંત કર્યો હતો.

હનુમાનધારા, પાળ, આજીડેમ, વાગુદળમાં વિસર્જન સ્થળ દુંદાળા દેવના જયજયકારથી ગૂંજી ઊઠ્યા

વિસર્જન | વિઘ્નહર્તાની 10 દિવસ સુધી પૂજા-અર્ચના કર્યા બાદ ભાવિકોએ ભારે હૃદયે આપી વિદાય

શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત ગૌરીનંદનની મૂર્તિઓનું વિસર્જન પૂર્વે ટ્રક,મેટાડોર સહિતના મોટી મૂર્તિ ધરાવતા વાહનો શાસ્ત્રીમેદાનમાં એકઠા થયા બાદ આજી ડેમ સહિતના નિયત કરેલા સ્થળે ભાવિકોએ ભારે હૃદયે દુંદાળા દેવને વિદાય આપી હતી. પ્રસંગે બાપા મોરિયા રે, અગલે બરસ જલદી આનાના જય જયકારના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...