જીતનું ઝનૂન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્મપછી એવી બીમારી લાગુ પડી કે જોનાર પણ ઇશ્વરની કૃપા હશે તો બચી જશે તેમ કહેતા. માતા-પિતાએ સારસંભાળ લઇને ઉછેર કર્યો, ઘરમાં પૂજાપાઠમાં જોડાઇ જતા પુત્રનું અભ્યાસમાં મન લાગતું હતું. ઘરે સાધુ,સંતોને બોલાવી સત્સંગ થતો, પુત્રથી ચિંતિત માતાએ એક દિવસ ઘરે આવેલા સાધુને પૂછ્યુું કે,મહારાજ, યે લડકા પઢેગા યા નહીંω સાધુએ બાળકની હથેળી ઊંધીચતી કરીને ઊંડો શ્વાસ લેતા કહ્યું કે, માતાજી, યે લડકા દસમી ચોપડી તક ભી નહીં પહોંચેગા! સાધુની શબ્દો સાંભળ્યા પછી બાળકે અભ્યાસમાં એકાગ્રતા કેળવીને એસએસસી, બીએસસી, ડબલ એમએસસી(પ્રથમવર્ગ લાયકાત સાથે),રસાયણ શાસ્ત્રમાં પીએચડી, ડી.એસ.ઇ.,ડીઇ.આર.આઇ. અને ત્યાર બાદ વિજ્ઞાન,શિક્ષણક્ષેત્રે અધ્યયન, લેખન અને સંશોધનો કરીને શૈક્ષણિક જગતમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. 34 પુસ્તક લખ્યા. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના એવોર્ડ સહિત ઘર ભરાય એટલા એવોર્ડ મળ્યા છે. પ્રોફેસર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા છે.

નામ છે ડો. રમેશચંદ્ર જમનાદાસ ભાયાણી. મૂળ વતન દ્વારકા, પિતા બેરિસ્ટર હતા. પ્રાથમિક શિક્ષણ દ્વારકામાં લીધું. રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવ્યો અને પરિવાર ઉપર બોજ આવે માટે સ્કોલરશિપ સાથે એમએસસી કર્યું. કાર્બનિક રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરવા જામનગર ગયા, રાતે નોકરી દિવસે અભ્યાસ. રાજકોટ કોટક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં ફેેલો તરીકે નિમણૂક. જોકે અભ્યાસયાત્રા ચાલુ રાખી. દૈનિકપત્રો, સામાયિકોમાં સાયન્સની કોલમ લખી. ગુજરાતમાં થેલેસેમિયા સામે જાગૃતિ લાવવા 1983થી શરૂ કરેલી ઝુંબેશ આજે પણ ચાલુ છે. નિવૃત્ત થયા બાદ 2005થી રાજકોટ લોક વિજ્ઞાનકેન્દ્રમાં નિયામક તરીકે નિમણૂક થતા આજે પણ ત્યાં માનદ સેવા આપી રહ્યા છે. પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા બાદ મનુષ્યદેહ સાર્થક કરવા અને સમાજ માટે યથાશક્તિ કાર્ય કરવાના ઉદ્દેશ સાથે આજે 75 વર્ષની ઉંમરે પણ સાયન્સના સ્ટુડન્ટ અને જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપી રહ્યા છે.

ડો. રમેશચંદ્ર ભાયાણી

સિધ્ધિઓ,નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ

}7થી વધુ સંશોધન પત્ર પ્રસિધ્ધ થયા

} 34 પ્રકાશન( પ્રદૂષણ અને પર્યાવરણ પુસ્તક અને ભારતના મહાન વૈજ્ઞાનિક , વિશ્વના મહાન ગણિત શાસ્ત્રીઓ પુસ્તકને ને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષક, સાહિત્ય પરિષદ એવોર્ડ), ગુજરાત સાયન્સ ટેકનોલોજી અને 2001માં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે.કલામના હસ્તે સન્માન

} રસોડા પ્રયોગપોથી, થેલેસિમિયા અંગે વિશેષ જાણકારી વિજ્ઞાન જાગૃતિ નામથી માસિક દીવાલ પત્ર સહિત 5 સંપાદન

} 4 પાઠ્ય પુસ્તક

} ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના સભ્ય, ઇન્ડિયન કેમિકલ સોસાયટીના ફેલો સભ્ય,ઇન્ડિયન મેડિકલ સાયન્ટિફીક રિસર્ચ એડવાઇઝરી બોર્ડમાં સભ્ય, વલ્ડ વાઇડ ફંડ- રાજકોટ એક્ઝિક્યુટિવને કાયમી સભ્ય, બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત અંગેની જિલ્લાકક્ષાની સલાહકાર સમિતિમાં વૈજ્ઞાનિક તરીકી નિમણૂક.લોહાણા મહાપરિષદ સહિત 10 થી વધુ સંસ્થામાં વિવિધ હોદ્દા પર સેવા આપે છે.

સાધુએ કહ્યું હતું કે, 10 મુું પાસ નહીં કરે અને થયા રસાયણ શાસ્ત્રમાં Ph.D.

અન્ય સમાચારો પણ છે...