• Gujarati News
  • National
  • પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસો.નો સેમિનાર

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસો.નો સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસો.નો સેમિનાર

ભાસ્કરન્યૂઝ | રાજકોટ

રાજકોટમાંપ્રોપર્ટી લે-વેચના કામ સાથે સંકળાયેલા બ્રોકરોને એક મંચ પર લાવવાના હેતુથી પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા સૌપ્રથમ વખત ‘રેરા’ અને જીએસટી બિલ વિશે જાણકારી આપવા સેમિનારનું આગામી શનિવારે સાંજે 5 કલાકે એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

સેમિનારમાં મુંબઇના ડો. સંજય ચતુર્વેદી માર્ગદર્શન આપશે તેમજ અગ્રણી બિલ્ડર્સ, આર્કિટેક્ટ, એડ્વોકેટ તેમજ અન્ય અગ્રણીઓ પણ હાજરી આપશે. એક ડિરેક્ટરી પણ બહાર પાડવામાં આવશે. જેનો હેતુ પ્રોપર્ટી લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા બ્રોકરોને નજીક લાવવાનો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના સ્થાપક પ્રમુખ સાવન વોરા અને પારસ વસા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...