• Gujarati News
  • National
  • રાજકોટમાં બે સ્થળે વેટ વિભાગના દરોડા

રાજકોટમાં બે સ્થળે વેટ વિભાગના દરોડા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેટવિભાગની અન્વેષણ ટીમે દરોડાનો દોર સતત ચાલુ રાખ્યો છે. મંગળવાર બાદ બુધવારે વધુ 2 વેપારીને ત્યાં તપાસ હાથ ધરાઇ છે.

વેટ વિભાગે દરોડાનો દોર યથાવત્ રાખી બુધવારે રાજકોટમાં એગ્રિકલ્ચર પ્રોડક્ટ તેમજ મશીનરીના ઉત્પાદકોને ત્યાં વેટ વિભાગે બુધવારે સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ લાંબી આવવાની શક્યતા છે. જેના પગલે મોટી વેટચોરી પકડાવાની પણ સંભાવના નકારી શકાતી નથી. બીજી બાજુ વેટ વિભાગના દરોડાનો દોર યથાવત્ રહેતા વેટચોરોમાં ફફડાટ ફેલાયો છે.