• Gujarati News
  • National
  • શહેરના રાજમાર્ગ પર રખડતા 150 ઢોરને તંત્રે પાંજરે પૂર્યા

શહેરના રાજમાર્ગ પર રખડતા 150 ઢોરને તંત્રે પાંજરે પૂર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

વડાપ્રધાનનરેન્દ્ર મોદીના રસાલાને કે કાર્યક્રમના સ્થળ આસપાસ રખડતા ભટકતા ઢોર આવી ચડે માટે મહાપાલિકાએ છેલ્લા ત્રણ દિવસથી રોડ-શો અને કાર્યક્રમ આસપાસના વિસ્તારોમાંથી શેરી ગલ્લીઓમાંથી ઢોરને પકડવાનું મેગા અભિયાન ચલાવ્યું હતું. ખૂણે ખૂણેથી રખડતા ઢોરનો સફાયો કરવામાં આવ્યો હતો. આજી ડેમથી ભાવનગર રોડ, પારેવડી ચોક, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કૂલ, બહુમાળીભવન, રેસકોર્સ રિંગરોડ આસપાસની સોસાયટીઓ તેમજ કાલાવડ રોડ, દોઢસો ફૂટ રિંગ રોડ તેમજ રેસકોર્સમાં અને આજી ડેમ ખાતે જ્યાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં આસપાસના વિસ્તારોમાંથી 150થી વધુ ઢોર પકડીને ઢોર ડબ્બે અને પાંજરાપોળમાં ધકેલી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...