• Gujarati News
  • National
  • મોદી આજે અને કાલે ગુજરાતમાં રાજકોટમાં યોજશે ભવ્ય રોડ શો

મોદી આજે અને કાલે ગુજરાતમાં રાજકોટમાં યોજશે ભવ્ય રોડ શો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાયવર્ટ રૂટ પર નિયમન માટે 1500 જવાન તૈનાત

રોડ શોમાં ક્યાંય ટ્રાફિકજામ થાય તેવું આયોજન

વરસાદ પડે તો પણ રોડ શો તો યોજાશે : ભાજપ

વડાપ્રધાન રાજકોટમાં ત્રણ કાર્યક્રમમાં હાજરી આપશે

અાજીમાંનર્મદાનાં નીરને વધાવવા ગુરુવારે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને આવકારવા પ્રજામાં અનેરો ઉત્સાહ, થનગનાટ જોવા મળી રહ્યો છે. આજી ડેમથી એરપોર્ટ સુધીના 9 કિ.મી.ના વડાપ્રધાનના રોડ શો દરમિયાન ટ્રાફિકજામ થાય માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોના રૂટ સિવાયના અંદરના વિસ્તાર તેમજ ડાવયર્ટ રૂટ પર ટ્રાફિક નિયમન માટે બહારના જિલ્લાના ટ્રાફિક શાખાના 500 જવાન અને રાજકોટમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવી

...અનુસંધાન પાનાં નં.16



ચૂકેલા એસપી કે.બી.ઝાલા સહિતના અનુભવી અધિકારીઓ સહિત કુલ 1500 અધિકારી જવાનને જવાબદારી સોંપવામાં આવી છે. રોડ શોના રૂટને ધ્યાને લઇને એક દિવસ માટે અનેક માર્ગને વન-વે જાહેર કરી વાહન લઇને પસાર થવા પર જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. પ્રજાને રોડ શોના રૂટ પર વાહન લઇને નીકળવા અને વાહન પાર્ક નહીં કરી સહકાર આપવા કમિશનર અનુપમસિંહ ગેહલોતે અપીલ કરી છે. એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવા માટે જે તે વિસ્તારમાંથી ઝડપથી નીકળી શકાય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

...બોકસ..

કમિશનરે 9 કિ.મી.ના રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું, પ્રજા સાથે સંયમ રાખવા તાકીદ

આજી ડેમથી અેરપોર્ટ સુધીના રોડ શોના રૂટ પર બંદોબસ્તની ચકાસણી માટે કમિશનર અનુપસિંહ ગેહલોત, જેસીપી ડી.એસ.ભટ્ટ, ડીસીપી એસ.આસ.ઓડેદરા, કરણરાજ વાઘેલા સહિતના અધિકારીઓએ બુધવારે 9 કિ.મી.ના રૂટ પર પગપાળા નિરીક્ષણ કર્યું હતું. રૂટ પર બંદોબસ્ત માટે ગોઠવાયેલા એક એક જવાન, અધિકારીને પ્રજા સાથે કોઇ પ્રકારનો દુર્વ્યવહાર થાય તે રીતે સંયમ અને શાંતિથી કામ લેવા તાકીદ કરી હતી.

..બોકસ..

તોફાની તત્ત્વોને પકડવા ખાસ 20 ટીમ, માર્કર મૂકી દેવાયા...

વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન વિક્ષેપ પાડવાનો, દેખાવો કરવાનો કે અટકચાળાનો પ્રયાસ કરનાર તત્ત્વોને એજ ક્ષણે રાઉન્ડ અપ કરી કાનૂની કાર્યવાહી કરવા કડક સૂચના છે. આવા તત્ત્વો ઉપર નજર રાખવા એક અધિકારી નીચે 25-25 જવાનોની 20 ટીમ બનાવાઇ છે. વિક્ષેપ પાડી શકે તેવી સંભવિત વ્યક્તિઓની યાદી તૈયાર કરી તેની ઉપર માર્કર મૂકી દેવાયાનું એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.





વડાપ્રધાનના રોડ શોના રૂટ પર વાહન લઇને નીકળવા કમિશનરની પ્રજાને અપીલ



રાજકોટ ટ્રાફિક શાખામાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓ સહિત 1 ટ્રાફિક નિયમનની જવાબદારી સોંપાઇ : એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવા માટે ખાસ વ્યવસ્થા



અન્ય સમાચારો પણ છે...