રૂ. 55 લાખનો ચેક રિટર્ન થયાની વેપારી સામે રાવ
અટિકાનાવેપારીએ ધંધાર્થી સંબંધના દાવે લક્ષ્મીવાડીના વેપારી પાસેથી રૂ.55 લાખનો સામાન ખરીદ્યો હતો. જેને સામે આપેલો ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઈ છે. લક્ષ્મીવાડીમાં રહેતા અને પૂજા ટ્રેડિંગ કાું.ના માલિક લાભશંકરભાઇ ધાંધિયાએ અટિકામાં શિવમ મશીન ટુલ્સના માલિક શિવાભાઇ ટિલારા સામે રૂ.55 લાખનો ચેક રિટર્નની ફરિયાદ કોર્ટમાં નોંધાવતા કોર્ટે આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યૂ કર્યું છે.