• Gujarati News
  • National
  • અપરાધી મિત્ર 4 તમંચા, પિસ્તોલ પાસામાં જતા પહેલાં આપી ગયો’તો

અપરાધી મિત્ર 4 તમંચા, પિસ્તોલ પાસામાં જતા પહેલાં આપી ગયો’તો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાતના બે દિવસ પહેલાં રિવોલ્વર સાથે પકડાયેલા જસદણના હરેશ ઉર્ફે હકન પટેલની કબૂલાતના આધારે પોલીસે કોટડાસાંગાણીના દેતડિયા ગામના અશ્વિન વિનુભાઇ ધવા અને નટુ શાંતુભાઇ વાળાને અલગ અલગ સ્થળેથી 3 તમંચા, 1 પિસ્તોલ અને 4 કારતૂસ સાથે ઝડપી લીધા હતા.અશ્વિનની કબૂલાત મુજબ, મિત્ર ઉમેદ કાઠી થોડા સમય પહેલાં પાસામાં જેલહવાલે થયો પહેલાં ગેરકાયદે શસ્ત્રો તેને આપી ગયો હતો, શસ્ત્રોની હેરાફેરીમાં લીમખેડા અને વીરનગરના બે શખ્સના નામ ખૂલતા બન્ને સપ્લાયર પકડાયા પછી વધુ શસ્ત્ર મળવાની તેમજ ગેરકાયદે શસ્ત્રોની હેરાફેરી સાથે સંકળાયેલા શખ્સોના નામ ખૂલવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી.

એસઓજીના સ્ટાફે બે દિવસ પહેલાં જલારામ હોસ્પિટલ નજીકથી રિવોલ્વર સાથે પકડેલા જસદણના હરેશ પટેલના રિમાન્ડ મેળવ્યા હતા. હરેશે રિવોલ્વર વીરનગરના શખ્સ પાસેથી લીધાની અને દેતડિયા ગામનો અશ્વિન વિનુભાઇ ધવા(હાલ, મવડી વિસ્તાર, રાજકોટ) કારતૂસ દેવા આવવાનો હોવાની કબૂલાત આપતા એસઓજીના પીઆઇ કે.કે.ઝાલા, આર.કે.જાડેજા, ચંદ્રસિંહ જાડેજાએ કાલાવડ રોડ પર કેકેવી ચોકમાંથી અશ્વિનને અટકાયતમાં લીધો હતો.અશ્વિનના એક્ટિવાની ડીકીમાંથી 3 તમંચા અને 4 કારતૂસ મળી આવતા તેની ધરપકડ કરી હતી. અશ્વિને એક પિસ્તોલ ગામના નટુ કાઠીને આપ્યાનું જણાવતા નટુ કાઠીને પણ પિસ્તોલ સાથે ઝડપી લેવાયો હતો. શસ્ત્રોના સપ્લાયર તરીકે લીમખેડા અને વીરનગરના ઉમેદ કાઠી અને અર્જુન પટેલના નામ ખુલ્યા છે, ઉમેદ હાલ પાસા હેઠળ હોવાની માહિતી મળતા જેલમાંથી કબજો લેવાશે.

અશ્વિન દારૂના ગુનામાં પોલીસ ચોપડે નાસતો ફરતો હતો, અગાઉ હત્યામાં પકડાયો હતો

શસ્ત્રોસાથે પકડાયેલો અશ્વિન અગાઉ હત્યાના ગુનામાં પકડાઇ ચૂક્યો છે, તેમજ તાજેતરમાં દારૂની 85 પેટીના ગુનામાં વોન્ટેડ હતો. તેણે દેતડિયા ગામમાં તબેલો કર્યો ત્યારે ગામના નટુ કાઠી પાસેથી રૂ.20 હજાર લીધા હતા, પૈસા હોવાથી બદલામાં નટુને પિસ્તોલ આપી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

કોટડાસાંગાણીના દેતડિયા ગામના બન્ને શખ્સ રિમાન્ડ પર

ઘાતક શસ્ત્રો સાથે પકડાયેલા શખ્સની કબૂલાત

અન્ય સમાચારો પણ છે...