• Gujarati News
  • National
  • મેડિકલમાં પી.જી. અભ્યાસક્રમોમાં રજિસ્ટ્રેશન શરૂ

મેડિકલમાં પી.જી. અભ્યાસક્રમોમાં રજિસ્ટ્રેશન શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજોમાં ચાલતા અનુસ્નાતક ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2016-17ના પી.જી. રજિસ્ટ્રેશનની કામગીરી 14 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે અને મેડિકલના વિદ્યાર્થીઓ 25 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઇન પી.જી. રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન ફી રૂ.500, વિકાસ ફંડ રૂ.100 અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફી રૂ.10 ચૂકવવાની રહેશે તેમ મદદનીશ કુલસચિવની યાદીમાં જણાવાયું છે. અંગેની વધુ વિગત માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...