• Gujarati News
  • National
  • ચોરાઉ કાર રજિસ્ટર કરાવી લેવાના કૌભાંડમાં તપાસ શરૂ

ચોરાઉ કાર રજિસ્ટર કરાવી લેવાના કૌભાંડમાં તપાસ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર|રાજકોટ

જૂનાગઢઆરટીઓના બોગસ એનઓસી અને બોગસ પોલીસ રિપોર્ટના આધારે આરટીઓ એજન્ટે ચોરાઉ કાર રાજકોટ આરટીઓમાં રજિસ્ટર કરાવી લેવાયાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થતાં આરટીઓ અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. એજન્ટે ચોરાઉ કાર જે નામે રજિસ્ટર કરાવી લીધી છે નામની પણ કોઇ વ્યક્તિ હયાત હોવાનું ખૂલતા પ્રકરણમાં તપાસના અંતે મોટા કડાકા ભડાકા થવાનાં એંધાણ મળી રહ્યા છે.

આરટીઓના એક એજન્ટે ચોરાઉ જેટા કારનું કાયદેસર રજિસ્ટ્રેશન કરાવવા માટે જૂનાગઢની એક પિકઅપ વાનનું જૂનાગઢ આરટીઓનું એન.ઓ.સી. અને બોગસ પોલીસ રિપોર્ટ તૈયાર કરાવ્યા હતા. બોગસ એનઓસી અને પોલીસ રિપોર્ટના આધારે રાજકોટ આરટીઓમાં રનિંગ સિરિઝમાં પસંદગીના નંબરની નિયત ફી ભરીને 7861 નંબર મેળવી લીધો હતો, તેમજ અારટીઓમાં જાતે આરસી બુક તૈયાર કરાવી કમ્પ્યૂટરમાં એન્ટ્રી પણ કરાવી લીધી હતી. કૌભાંડ અંગે આરટીઓના ઉચ્ચ અધિકારીને માહિતી મળતા તેમણે પુરાવા એકત્ર કરવા ગુપ્તરાહે તપાસ આરંભી છે. એજન્ટે ચોરાઉ કાર જે વ્યક્તિના નામે રજિસ્ટર કરાવી છે સરનામે એવા નામની કોઇ વ્યક્તિ નહીં હોવાની અારટીઓની ખાનગી તપાસમાં બહાર આવ્યાનું જાણવા મળે છે. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતાં પોલીસે પણ તપાસમાં ઝુકાવ્યું છે. આરટીઓમાં રીતે છકડો રિક્ષાના નંબરના આધારે બોગસ એનઓસી તૈયાર કરીને ચોરાઉ કારને કાયદેસર કરવાનું કૌભાંડ થયાની ચર્ચા થતાં પ્રકરણમાં ચોંકાવનારી વિગતો ખૂલવાની સંભાવના છે.

હા, ચોરાઉ ગાડીનું રજિસ્ટ્રેશન થયાની તપાસ ચાલુ છે

^એકએજન્ટ દ્વારા બોગસ એનઓસી, પોલીસ રિપોર્ટના આધારે ચોરાઉ કારનું પસંદગીના નંબર મેળવી રજિસ્ટ્રેશન કરાવી લેવાયાની માહિતી મળી છે. કાર રજિસ્ટ્રેશન કરાવવા માટે રજૂ કરાયેલા તમામ ડોક્યુમેન્ટની ચકાસણી થઇ રહી છે. તપાસના અંગે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.> જે.એન.વાઘેલા,આરટીઓ,રાજકોટ

દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ પોલીસે તપાસમાં ઝુકાવ્યું: છકડો રિક્ષાની એનઓસીના આધારે અનેક ચોરાઉ કાર રજિસ્ટર કરાવી લેવાયાની ચર્ચા

જૂનાગઢ કચેરીના બોગસ એનઓસી, પોલીસ રિપોર્ટના અાધારે

અન્ય સમાચારો પણ છે...