તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બે શોરૂમમાંથી 1 કલાકમાં 65 હજારના મોબાઇલની ચોરી

બે શોરૂમમાંથી 1 કલાકમાં 65 હજારના મોબાઇલની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાજ્ઞિકરોડ પર મોબાઇલના બે શોરૂમમાંથી 1 કલાકના સમયગાળામાં રૂ.65 હજારની કિંમતના બે મોબાઇલની ચોરી થયાની 25 દિવસ બાદ ફરિયાદ નોંધાઇ છે. બન્ને બનાવમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા આઇફોન-6 ઉઠાવી ગયા હોવાથી તફડંચીની બન્ને ઘટનામાં એક ગેંગની સંડોવણી હોવાનું પોલીસનું અનુમાન છે.

બેડીપરામાં રહેતા અને જાગનાથ મંદિર નજીક સ્કાય મોબાઇલ નામની દુકાન ધરાવતા મૃતુની નુરુદ્દીન ભારમલે નોંધાવેલી ફરિયાદ મુજબ, 20 ઓગસ્ટના સાંજે 5:30થી 5:45 કલાકના અરસામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો શખ્સ નજર ચૂકવીને રૂ. 30 હજારની કિંમતનો અાઇફોન-6 તફડાવી ગયો હતો. બનાવના અેક કલાક બાદ યાજ્ઞિક રોડ પર હરિભાઇ હોલ પાસે અાવેલી મોબાઇલની દુકાનમાં આવેલા ગ્રાહકે રૂ.35 હજારની કિંમતનો આઇફોન જોવા માગ્યો હતો. દુકાન માલિક કુબેર સતિષભાઇ કુંડલિયાએ મોબાઇલ જોવા માટે આપ્યો તે પછી ગ્રાહક થૂંકવાના બહાને મોબાઇલ લઇને બહાર નીકળ્યો હતો અને અગાઉથી બાઇક ઉપર રાહ જોઇને ઊભેલા મળતિયાના બાઇક પાછળ બેસીને રફૂચક્કર થઇ ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

થૂંકવાના બહાને મોબાઈલ લઈ ગઠિયો ફરાર

યાજ્ઞિક રોડ પર 25 દિવસ પહેલાં ગઠિયા કળા કરી ગયા

અન્ય સમાચારો પણ છે...