તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં વધુ 9 સ્થળ પર વાહન પાર્ક કરવા માટે પૈસા ચૂકવવા પડશે

રાજકોટમાં વધુ 9 સ્થળ પર વાહન પાર્ક કરવા માટે પૈસા ચૂકવવા પડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પે એન્ડ પાર્કિંગ પોલિસી બનાવી છે. જેના ભાગરૂપે વધુ 9 રોડ પર પે એન્ડ પાર્કિંગના ટેન્ડર બહાર પડાયા છે.

રાજકોટવાસીઓ અત્યાર સુધી જ્યાં વિનામૂલ્યે વાહન પાર્કિંગ કરતા ત્યાં હવે વાહન પાર્ક કરવા માટેના પૈસા ચૂકવવા પડશે. અત્યાર સુધી એવું બનતું હતું કે, જે રોડ પરથી ટ્રાફિક પોલીસ વાહન ડિટેન કરતા એવા લોકેશન પર પે એન્ડ પાર્કિંગના પોઇન્ટ ઊભા કરવાની કુબુધ્ધિ મનપાને સૂઝી છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ સ્થળે આવા કોન્ટ્રાક્ટ અપાયા છે. પે એન્ડ પાર્કિંગ નીતિ બની હતી ત્યારે રોડની નજીક ખુલ્લા પ્લોટ હોય એવી જગ્યાએ પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરાશે. પરંતુ મનપાએ પે એન્ડ પાર્કિંગ માટે રસ્તા પર અનેક પોઈન્ટ જાહેર કરી ટેન્ડર પ્રસિધ્ધ કરી દીધા છે.

સ્થળ માટે ટેન્ડર પ્રસિધ્ધ

}કે.કે.વી. ચોકથી ઝેડ બ્લ્યૂ સુધી ઓવરબ્રિજ નીચે }કે.કે.વી. ચોકથી ઇન્દિરા સર્કલ ઓવરબ્રિજ નીચે }ઇમ્પિરિયલ હોટેલથી ધનરજની બિલ્ડિંગ સુધી } સ્વામિનારાયણ મંદિર સામે કોટેચા ચોક તરફ જતા ડાબી બાજુ }પ્રેમમંદિર સામે, ગાર્ડનની દીવાલે }રાજકુમાર કોલેજની દીવાલે, રાધાકૃષ્ણ રોડ }આલ્ફ્રેડ હાઇસ્કૂલની દીવાલથી ભાભા હોટેલ }સેન્ટ મેરી સ્કૂલ સામે } જ્યુબિલી માર્કેટ

મનપાએ પે એન્ડ પાર્કિંગની જાહેર કરેલી નીતિને નેવે મૂકી દીધી

રોડ પર ટ્રાફિકની સમસ્યા યથાવત્ રહેશે, વધુ 9 જગ્યા માટે ટેન્ડર

અન્ય સમાચારો પણ છે...