• Gujarati News
  • National
  • રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાન 2 ડિગ્રી ઘટ્યું

રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાન 2 ડિગ્રી ઘટ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં પાંચ

દિવસ વરસાદ પડવાની સંભાવના

સૌરાષ્ટ્ર-કચ્છનીસાથે અરબી સમુદ્રનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં લો પ્રેશરની સાથે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેને કારણે આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને રાજ્યનાં દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તેમજ રાજકોટ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની વકી છે.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, બુધવારે વરસાદી માહોલ વચ્ચે રાજકોટનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ઘટીને 34.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું.

શહેરમાં દિવસ દરમિયાન એકથી બે વરસાદી ઝાપટાં પડ્યાં હતા પણ ધોધમાર વરસાદની ગેરહાજરીને કારણે શહેરમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો પરેશાન થઇ ઊઠ્યાં હતા. જો કે, સાંજનાં 4.00 વાગ્યે પડેલાં જોરદાર વરસાદી ઝાપટાને કારણે શહેરમાં ઠંડક વધી હતી. તેમજ આગામી ચાર દિવસો દરમિયાન શહેરમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, ત્યારબાદ વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની સાથે અરબી સમુદ્રનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં લો પ્રેશરની સાથે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરોથી આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યભરમાં ભારેથી હળવા વરસાદની વકી હવામાન વિભાગે કરી છે.

જેમાં દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદ, અમદાવાદ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મઘ્યમથી હળવા વરસાદની શક્યતા છે.

રાજકોટમાં બુધવારે પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.