રોશનીથી અંજાઈ ગયું રાજકોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરીજનોમાં અનોખો ઉત્સાહ, ઉમંગ અને તરવરાટ

9 કિમીના રોડ શોનો માર્ગ દુલ્હનની જેમ શણગારાયો

રાજકોટમાં બુધવારે પણ ઉત્સવ જેવો માહોલ હતો. બપોરે થોડો સમય વરસાદ પડ્યો ત્યારે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓને થોડી ચિંતા થઈ હતી. પરંતુ કુદરતે પણ સાથ આપ્યો અને સાંજે વરસાદ રહી ગયો. મંગળવાર કરતા પણ વધુ લોકો બુધવારે રસ્તા પર જોવા મળ્યા હતા. વડાપ્રધાનના 9 કિલોમિટરના રોડ શોના એરપોર્ટથી આજીડેમ સુધીના વિસ્તારને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. શહેરમાં કંઈક નવું થાય અને રાજકોટિયન્સ તેનો ભરપૂર લહાવો ઉઠાવે એવું ક્યારેય બને. રાજકોટમાંથી પ્રથમ ચૂંટણી જીતીને વડાપ્રધાનના પદ પર આરૂઢ થયેલા નરેન્દ્ર મોદી ગુરુવારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે માત્ર ભાજપના કાર્યકરો નહીં પરંતુ તમામ શહેરીજનોમાં એક અનોખો ઉત્સાહ છે, ઉમંગ છે, તાલાવેલી છે, તરવરાટ છે. તસવીર: પ્રકાશ રાવરાણી, રવિ ગોંડલિયા

અન્ય સમાચારો પણ છે...