• Gujarati News
  • પ્રણવાનંદ સંસ્કૃત ભવન ટ્રસ્ટ દ્વારા કંઠસ્થ શ્લોક, સુલેખન સહિતની સ્પર્ધા યોજાશે

પ્રણવાનંદ સંસ્કૃત ભવન ટ્રસ્ટ દ્વારા કંઠસ્થ શ્લોક, સુલેખન સહિતની સ્પર્ધા યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| પ્રણવાનંદ સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટના ઉપક્રમે 23 ઓગસ્ટને રવિવારે સવારે10.30વાગ્યે ભારત સેવક સમાજ રાજકોટ ખાતે કંઠસ્થ સંસ્કૃતશ્લોક,સુલેખા સ્પર્ધા પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ વિભાગ એમ ત્રણ વિભાગમાં યોજાશે. દરેક વિભાગમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનારને પારિતોષિક આપવામાં આવશે. ભાગ લેવા માગતા વિદ્યાર્થીઓએ સંસ્થા ખાતે 14 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ શાળાના આચાર્ય મારફત નોંધાવી દેવા તેમજ વિશેષ વિગત માટે સંસ્થાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.