• Gujarati News
  • National
  • એરંડામાં તેજીની આગેકૂચ, ત્રણ દિવસમાં ~ 150નો ઉછાળો

એરંડામાં તેજીની આગેકૂચ, ત્રણ દિવસમાં ~ 150નો ઉછાળો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાદ્યતેલ, ખાંડ, ચણા, બેસન બજારમાં સ્થિર

એરંડાબજારમાં તેજીની ચાલ આગળ વધી હોય તેમ ત્રણ દિવસમાં રૂ.150નો ઉછાળો જોવા મળ્યો છે. ખાંડ, ચણા, બેસન, ખાદ્યતેલ બજાર સ્થિર રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતા ખાદ્યતેલ બજારમાં તેજી આગળ વધતી અટકી ગઇ છે.

એરંડા બજારમાં તેજીની ચાલ આગળ વધી છે. રાજકોટ સપ્ટેમ્બર એરંડા વાયદામાં આજે પણ રૂ.34નો વધારો થતા છેલ્લા ત્રણ દિવસમાં રૂ.150નો ઉછાળો આવી ગયો છે. સટાકીય તેજીવાળા ગ્રૂપની પકડને કારણે ગુરુવારે પણ રાજકોટ સપ્ટેમ્બર એરંડા વાયદો રૂ.34 વધી 4054ની સપાટીએ બંધ આવ્યો હતો. પ્રારંભે વાયદો બુધવારના બંધ ભાવ 4020 ઉપર ખુલ્યો હતો, જે ખરીદી પાછળ વધી 4066 થયો હતો. ઊંચા મથાળે વેચવાલી નીકળતા વાયદો ઘટી 3995 સુધી નીચે ઉતર્યો હતો, જ્યારે વરસાદી માહોલબાદ હાજર અને પીઠા શરૂ થતાં હાજરના ભાવ 3800 ઉપર સ્થિર રહ્યા હતા. ગુજરાતમાં 5000, સૌરાષ્ટ્રમાં 800 ગુણી જેવી પાંખી આવકો વચ્ચે અનુક્રમે એરંડાના ભાવ 755-765, તેમજ 795-745 રહ્યા હતા, જ્યારે દિવેલ રૂ.5 વધી 780 થયું હતું. કંડલા પામ 465-466 ઉપર સ્થિર હતું, જ્યારે સોયારિફાઇન રૂ.5 ઘટી 550-551 રહ્યું હતું. કપાસમાં ખરીદીના અભાવે ખાસ રંગત જણાતી હતી, રૂના ભાવ 34000 રહ્યા હતા. માણાવદરમાં રૂ શંકર ગાંસડી 33700-34000 રહ્યા હતા. સુરેન્દ્રનગરમાં કલ્યાણ 25200 તેમજ રૂ શંકર ગાંસડીના ભાવ 34500 રહ્યા હતા. કપાસમાં ગામડાં 920-925, તેમજ જિન પહોંચ ભાવ 940-950 બોલાતા હતા. રાજકોટ ખાતે 1000 મણની કપાસની આવકે ભાવ 905-918, તેમજ અમરેલીમાં 700 મણે ભાવ 850-925 રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...