• Gujarati News
  • National
  • રાજકોટમાંથી બાઇક ચોરનાર બેલડી ઝડપાઇ

રાજકોટમાંથી બાઇક ચોરનાર બેલડી ઝડપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લાના હાઇવે સહિતનાં વિસ્તારોમાં પોલીસતંત્રે પેટ્રોલિંગ સાથે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ચોટીલા હાઇવે પરથી એલસીબીએ બે શખ્સોને ચોરેલા મોટરસાઇકલ સાથે દબોચી લઇને ચોટીલા પોલીસને સોંપી દીધા હતાં. જેમાં શખ્સોએ કરેલા અનેક વાહનચોરીનાં ગુનાઓનો ભેદ ખૂલશે. જિલ્લામાં વાહન ચોરીનાં બનાવોને અટકાવવા તેમજ વાહનચોરોને ઝબ્બે કરવા પોલીસવડા આર.વી.અસારીના આદેશ બાદ એલસીબી ટીમે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ચોટીલા નેશનલ હાઇવે માર્કેટિંગ યાર્ડ સામે પોલીસ ટીમ વાહનચેકિંગ કરતી હતી. ત્યારે શંકાસ્પદ હાલતમાં બે મોટરસાઇકલ લઇને નીકળતા વાહનનાં રજીસ્ટ્રર કાગળો માંગતા હોવાનું ખૂલ્યુ હતું. આથી બંને શખ્સોની પૂછપરછ કરતા રાજકોટ ગંજીવાડા શેરી નં. 48, પીટીસીની બાજુમાં રહેતા વજુભાઈ માયાભાઈ સોલંકી તેમજ મૂળ મૂળી તાલુકાના નાયકા ગામના અને હાલ રાજકોટ 150 રીંગ રોડ, આંબેડકરનગર શેરી નં.1માં રહેતા અરવિંદભાઈ ઉર્ફે અપ્પુ માલાભાઈ ડોડીયા હોવાનું જણાવ્યું હતું. શખ્સોએ એક મોટરસાઇકલ ચોટીલા ચામુંડા માતાજીનાં મંદિરનાં પાર્કિંગમાંથી ચોર્યુ હતું. જ્યારે બીજા મોટરસાઇકલની અમદાવાદ મેમનગરમાં આવેલ હિમાલયા મોલનાં પાર્કિંગમાંથી ચોરી કરી હતી. ઉપરાંત રાજકોટ આજીડેમ ખાતે આવેલ પાર્કિંગમાંથી અન્ય એક મોટરસાઇકલની ઉઠાંતરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...