બાળકોને વિનામુલ્યે પાટીપેન અપાયા
બાળકોને વિનામુલ્યે પાટીપેન અપાયા
રાજકોટ| રાજસ્થાનજૈન સંઘ રાજકોટ દ્વારા ગરીબ, ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને જામનગર રોડ પરની હેપ્પી સ્કૂલના જરૂરિયાતમંદ બાળકોને 13મી જૂનના રોજ નાસ્તો, નોટબુક, પેન્સિલ, સંચા, રબરનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણમાં સમાજના અધ્યક્ષ સંપતરાજ, મંત્રી ઉત્તમકુમાર સુરાણી, સભ્યો હિમાંશુભાઇ, નીતિન લોઢા, પ્રદીપ મહેતા, પ્રકાશ હિરણ, વિનોદ બમ્બ, અખિલેશભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ બાળકોને સહાયની ભાવના સાથે સેવા કરતી સંસ્થાએ આગળ પણ પ્રવૃત્તિ ચાલુ રખાશે તેમ જણાવ્યું હતું.