• Gujarati News
  • જુગાર રમી રહેલી 3 મહિલા સહિત 10 જબ્બે

જુગાર રમી રહેલી 3 મહિલા સહિત 10 જબ્બે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંક્શનપ્લોટમાં જલારામનગર-1માં હંસાબેન જમટમલ રામનાણી પોતાના મકાનમાં જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે પ્રદ્યુમ્નનગર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનમાં રૂમમાં જુગાર રમી રહેલા હંસાબેન ઉપરાંત જેવતીબેન ધરમદાસ નેભાણી, પૂજાબેન દીપકભાઇ લાલવાણી, ધરમદાસ ન્યાલચંદ નેભાણી, ભરત માણેકભાઇ મમલાણી, દીપક હરેશભાઇ મધલાણી, સંજય કિશોરભાઇ દાવડા, અશોક રૂપચંદભાઇ રામલાણી, રિંકેશ મહેશકુમાર મુલચંદાણી અને શંકર લક્ષ્મણદાસ જેસલાણીની ધરપકડ કરી રોકડા રૂ.8,450 કબજે કર્યા હતા. હંસાબેનના પતિ હયાત હોવાથી ઘરખર્ચ કાઢવા માટે સોસાયટીના જુગાર શોખીનોને ઘરે રમવા બોલાવીને નાલ ઉઘરાવીને જુગાર રમાડવાનું શરૂ કર્યું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.