• Gujarati News
  • રાજકોટ |અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા કુમકુમ ગ્રૂપ દ્વારા ચોમાસામાં

રાજકોટ |અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા કુમકુમ ગ્રૂપ દ્વારા ચોમાસામાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા કુમકુમ ગ્રૂપ દ્વારા ચોમાસામાં વિશાળપાયે વૃક્ષારોપણ થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. એક કુટુંબ, અેક વૃક્ષ અને આંગણે-આંગણે એક વૃક્ષના નારાને સાકાર કરવા સંસ્થા દ્વારા 5000 કરતા વધારે રોપાનું વિતરણ કરવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા રોપાં વિનામૂલ્યે આપવામાં આવશે. જ્યારે લાકડાના ટ્રી ગાર્ડનું રાહતદરે વિતરણ કરાશે. વિશેષ માહિતી તથા રોપા મેળવવા માટે \\\"મા\\\', 2-વિમલનગર, આલાપ એવન્યુની પાછળ યુનિ. રોડ રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.

કુમકુમ ગ્રૂપ દ્વારા ચોમાસામાં 5000 રોપાઓનું વિતરણ કરાશે