• Gujarati News
  • રાજકોટમાં ત્રીજો પક્ષ પુન:જીવિત થયો, કોર્પોરેશનની ચૂંટણી લડશે

રાજકોટમાં ત્રીજો પક્ષ પુન:જીવિત થયો, કોર્પોરેશનની ચૂંટણી લડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય ગુરુજન પાર્ટીનું પ્રદેશ સહિતનું માળખું બનાવાયું, વોર્ડવાઇઝ સંગઠન બનાવવામાં આવશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમાંથીપાયા નખાયેલા સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી મહાપરિષદના પ્રણેતા કરણાભાઇ માલધારીએ અંતે રાજકીય પાર્ટી મારફત ત્રીજો મોરચો ખોલ્યો છે. વર્ષોથી મુર્છિત અવસ્થામાં પડેલી રાષ્ટ્રીય ગુરુજન પાર્ટીના નામે ત્રીજો પક્ષ પુર્ન:જીવિત કરીને પ્રદેશ કક્ષાનું સંગઠન બનાવ્યું છે. આગામી મહાપાલિકાની ચૂંટણીમાં તમામ બેઠક પરથી પક્ષ ચૂંટણી લડશે.

ત્રીજો પક્ષ મેદાનમાં ઉતારવા પાછળનું કારણ જણાવતા પાર્ટીના અધ્યક્ષ કરણાભાઇ માલધારીએ કહ્યું હતું કે, ભાજપના સરમુખત્યારશાહીભર્યા શાસનમાં પીપીપીના નામે ચાલતા જમીનના વહીવટથી માંડી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાસી ગઇ છે. સામે કોંગ્રેસમાં અંદરોઅંદરના ડખા અને કેન્દ્રમાં 10 વર્ષના ખરડાયેલા શાસનથી પ્રજા પાસે વિકલ્પ નથી.

પરિણામે પ્રજાને એક સુશાસન માટે એક વિકલ્પ આપવાના પ્રયાસરૂપે ત્રીજો પક્ષ મેદાનમાં ઉતારવો પડે એવી ફરજ પડી છે. રાષ્ટ્રીય ગુરૂજન પાર્ટીના નામે પ્રજાને નવો વિકલ્પ મળશે. આમ તો પાર્ટી જૂની છે. હવે તેને પુર્ન:જીવિત કરાશે. પાર્ટીની નવરચનામાં સ્વચ્છ છબિ ધરાવતા કાર્યકરો અને હોદેદારોની નિયુક્તિ કરાશે. સમગ્ર ગુજરાતમાં સંગઠન વિસ્તારવામાં આવશે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પી.જી.પરમાર, રાજકોટ શહેર પ્રમુખ તરીકે દાનુભા સોઢા નિયુક્ત કરવામાં આવ્યા છે.

મનપાની ચૂંટણીમાં ચારપાંખિયો જંગ

રાજકોટનહીં,પણ ગુજરાતનો ઇતિહાસ છે કે અત્યાર સુધી ત્રીજો પક્ષ સ્વીકારવામાં આવ્યો નથી. ભાજપ-કોંગ્રેસ સ્થાપિત પક્ષ ઉપરાંત વખતે આમ આદમી પાર્ટીએ પણ મનપાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. એવામાં હવે રાષ્ટ્રીય ગુરૂજન પાર્ટીએ બ્યૂગલ ફૂંક્યું છે. શું મનપાની આગામી ચૂંટણીમાં ચારપાંખિયો જંગ જોવા મળશેω અને જો આવો જંગ થશે તો કોના મત કપાશે કોને ફાયદો થશે ગણિત મુખ્ય બન્ને પક્ષે માંડવું પડે એવી સ્થિતિ સર્જાશે.