• Gujarati News
  • ભાજપના કાર્યકર પર હુુમલો કરનાર 6 લુખ્ખાની ધરપકડ

ભાજપના કાર્યકર પર હુુમલો કરનાર 6 લુખ્ખાની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારેરાત્રે બજરંગવાડી સર્કલ પાસે ભાજપના મુસ્લિમ કાર્યકર અને તેના મિત્રો પર ઘાતક હુમલો કરી આતંક મચાવનાર લુખ્ખાને પોલીસે ઝડપી લીધા હતા.

જામનગર રોડ પર બુધવારે રાતે ભાજપના કાર્યકર અને જમીન મકાનના ધંધાર્થી જાહિદભાઇ ઇબ્રાહિમભાઇ દલ અને તેના ભત્રીજા ઉપર તલવાર, ધોકાથી હુમલો કરવાના ગુનામાં પોલીસે તોફીક ઉર્ફે બાબો હુશેનભાઇ શેખ, સલીમ ફતેખાન બ્લોચ, ગબ્બર ઉર્ફે રિયાઝ રફીકભાઇ મકરાણી, હાર્દિક દિલીપભાઇ કાનાણી, હાફિઝ અબ્દુલાભાઇ દલ, મોહસીન અબ્દુલભાઇ દલવાણી સહિત 6 શખ્સની ધરપકડ કરી હતી. બજરંગવાડી સર્કલ નજીક હાફિઝ સહિતના શખ્સો છોકરીઓની છેડતી કરતાં હોવાથી જાહિદભાઇએ ઉપરોક્ત શખ્સો વિરુધ્ધ પોલીસમાં અરજી કરી હતી. બુધવારે રાતે પોતે મિત્ર ઇરફાન અને ભત્રીજા મુસ્તફા સાથે બજરંગવાડી સર્કલ પાસે બેઠા હતા ત્યારે હાફિઝ સહિત શખ્સે આવીને તું અમારી વિરુધ્ધ ફરિયાદ કરીને સારું નથી કર્યું, તું મોટો આગેવાન થઇને ખોટી રજૂઆતો કેમ કરે છે, તેમ કહીને હુમલો કરીને વાહનમાં તોડફોડ કરીને ભાગી ગયા હતા. ગુંડાઓના ત્રાસથી બજરંગવાડી વિસ્તાર થર થર કાંપી રહ્યો છે. ગુંડાઓના આતંકના કારણે ક્યારે વિસ્તારમાં ગંભીર સ્થિતિ નિર્માણ પામે તેવી દહેશત છે ત્યારે પોલીસ પકડાયેલા શખ્સોને આજીવન યાદ રહે તેવો પાઠ ભણાવે તેવી માંગણી ઉઠી છે.

બજરંગવાડીમાં આતંક મચાવ્યો હતો