• Gujarati News
  • National
  • હવે શાક માર્કેટના થડાના ભાડામાં 400 ટકા વધારો

હવે શાક માર્કેટના થડાના ભાડામાં 400 ટકા વધારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટથીલઇને કેન્દ્ર સુધી સત્તા ભોગવતા ભાજપે અચ્છે દિનના દેખાડેલા સ્વપ્નો પૂરા થાય ત્યારની વાત ત્યારે પણ હાલ તો બુરે દિન દેખાડતા એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. મહાપાલિકાની વિવિધ સેવાથી લઇને ભાડા અને ફીમાં તોતિંગ વધારો કરવા છેલ્લાં કેટલાક સમયથી જે સિલસિલો ચાલુ કર્યો છે તેમાં શાકમાર્કેટના થડાના ભાડામાં વધારો કરવાની દરખાસ્ત થઇ છે. રોજે રોજનું કમાયને પેટ ભરતા ગરીબ ધંધાર્થીઓ ઉપર સીધો 400 ટકા ભાવ વધારાનો બોજ ઝીંકવાની નીતિ મનપાએ રાખી છે.

છેલ્લાં નજીકના ભૂતકાળમાં મનપાએ પ્રદ્યુમ્નપાર્ક ઝૂની ટિકિટથી માંડી કમ્યૂનિટી હોલનું ભાડું, ઇન્ડોર સ્ટેડિયમ અને ક્રિકેટ સ્ટેડિયમના ભાડામાં વધારો, ત્યાં સુધી કે મોબાઇલ ટોઇલેટ ભાડે આપવામાં પણ વધારો ઝીંકવા સુધીના બુરે દિન દેખાડવાનું શરૂ થયું છે. હવે અત્યંત ગરીબ વર્ગ ઉપર ભાવ વધારાનો કોરડો ઝીંકવાની નીતિ રાખવામાં આવી છે. જ્યુબિલી, ગોવિંદબાગ સહિત મનપાએ જેટલી જગ્યાએ શાકમાર્કેટ બનાવી છે તેના ભાડામાં રૂ.250માંથી રૂ.1000 એટલે કે, એક સાથે સીધો 400 ગણો વધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થઇ છે.

શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ 19 દરખાસ્તો રજૂ થઇ છે. જેમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વસૂલાતી વિવિધ ખરી નકલની ફીમાં પણ બમણાથી વધુ વધારો ઝીંકવાની મંજૂરી માગવામાં આવી છે. વધારો રૂડા કરતા પણ વધુ છે. જેની સીધી અસર આમઆદમીને થવાની છે. છેવટે તો કન્યાના કેડે કહેવત મુજબ બિલ્ડરો અને આર્કિટેક્ટ મિલકતધારક પાસેથી વધારો વસૂલ કરવાના છે.

~ 250માંથી ~ 1000 થશે, ટાઉન પ્લાનિંગ શાખામાં ખરી નકલ મેળવવાની ફીમાં પણ ભાવ વધારાની દરખાસ્ત

પ્રજાને ખંખેરવાના મનપાએ શરૂ કરેલા અભિયાનને આગળ ધપાવવા આજે સ્ટેન્ડિંગ કમિટી હાર્દિક ટેકો આપશે

વિગત હાલનો ચાર્જ સૂચવાયેલો ચાર્જ

(નકલ દીઠ) (નકલ દીઠ)

અંતિમખંડના ટિપ્પણ ~ 250 ~ 500

મૂળખંડના પાર્ટ પ્લાન ~ 150 ~ 500

એક ફોર્મની નકલ ~ 300 ~ 600

વોર્ડ મેપ પ્રતિ વોર્ડ 0 ~ 1500

મંજૂર લે-આઉટ પ્લાન ~ 500 ~ 3000

સબ પ્લોટિંગ પ્લાનની 0 ~ 3000 નકલ 24 ઇંચથી વધ

બિલ્ડિંગ પ્લાનની કલર ~ 100 ~ 1000

ઝેરોક્ષ(રહેણાક)

બિલ્ડિંગ પ્લાનની કલર ~ 250 ~ 1500

ઝેરોક્ષ(લોરાઇઝ)

બિલ્ડિંગ પ્લાનની કલર ~ 250 ~ 3000

ઝેરોક્ષ(હાઇરાઇઝ)

બુરે દીન : ટીપી શાખાની વિવિધ ફીમાં સૂચવાયેલો તોતિંગ વધારો

} મનપાની વિવિધ શાખામાં કામના નિકાલની સમય મર્યાદા નક્કી કરતી ધી ગુજરાત રાઇટ ઓફ સિટિઝન ટુ પબ્લિક સર્વિસીઝ એક્ટ-2013ની નીતિ નક્કી કરવી.

} રેસકોર્સમાં આવેલી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું સંચાલન મિશન સ્માર્ટ સિટી ચેરિટેબલ ટ્રરસ્ટને સોંપવા.

} મવડી ફાયર સ્ટેશનને રંગરોગાણ કરવા.

} નવાગામ મેઇન રોડ પર મેટલિંગ કરવા.

} વોર્ડ નં.6માં રિંગરોડ હાઇવેના માર્કેટિંગ યાર્ડ પાસેના સર્વિસ રોડ પર ડ્રેનેજ લાઇન માટે કરાયેલા ખાડા પર મેટલિંગ.

} વોર્ડ નં.13, 14 અને 21માં ભૂગર્ભગટર ફરિયાદ નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવો.

એજન્ડામાં રજૂ થયેલી અન્ય મુખ્ય દરખાસ્તો

લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટનો નકશો- ~ 30,000,લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટનો નકશો(પાર્ટ પ્લાન 3 સાઇઝ) -~ 1000,લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટનો નકશો(પાર્ટ પ્લાન 4 સાઇઝ)-~ 400, ટીપી સ્કીમ/માપણી કરાયેલ અને તેને ડીઆઇએલઆર કચેરી પ્રમાણિત નકશો - ~ 30,000, ટીપી બેઇઝ મેપ નકશા નં.3ની સીડી - ~ 15000, સિટી મેપ વોર્ડ દર્શાવતા નકશાની સીડી - ~ 15000

ટીપી શાખાની નવી સૂચવાયેલી ફી (નકલ દીઠ)

અન્ય સમાચારો પણ છે...