• Gujarati News
  • પાસાના 4 વોન્ટેડ અપરાધીને શોધવા પોલીસે સહકાર માગ્યો

પાસાના 4 વોન્ટેડ અપરાધીને શોધવા પોલીસે સહકાર માગ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસામાજિકપ્રવૃત્તિ બદલ પોલીસ કમિશનરે પાસાના વોરંટ ઇસ્યૂ કર્યા બાદ ભાવેશ રાયધનભાઇ હુંબલ (સોમનાથપાર્ક,રણુજા મંદિર પાસે,રાજકોટ), સાગર સુરેશભાઇ રામાવત (રહે, વાડીનાર,તા.ખંભાળિયા, જામનગર), અંકુર ઉર્ફે હકો ધીરૂભાઇ પાંભર (રાતૈયા,લોધિકા)અને સુમરા મહમદ ઉર્ફે કાળો બોદુભાઇ ખીરા (નાની માટલી, જામનગર) પાસાની અટકાયતથી બચવા લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ફરાર અપરાધીઓ અજ્ઞાત સ્થળે આશરો લઇને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોવાથી આવા અપરાધીઓને આશરો આપનાર સામે પણ કાનૂની કાર્યવાહી થઇ શકે છે.

ઉપરોક્ત અપરાધીઓને પકડવા જરૂરી હોવાથી તેના વિશે કોઇ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસમથક, ક્રાઇમ બ્રાંચ (0281-2444165),પીસીબી (0281-2475311) અથવા કંટ્રોલ રૂમ (100) નંબર ઉપર માહિતી આપવા પોલીસે પ્રજાને અનુરોધ કર્યો છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.