તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવરાત્રી પર્વ બજારમાં નવા રંગ લાવશે, 100 કરોડનો બિઝનેસ

નવરાત્રી પર્વ બજારમાં નવા રંગ લાવશે, 100 કરોડનો બિઝનેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળાઓને અપાતી જુદી જુદી લહાણીથી વાસણ સહિતની બજારમાં ખરીદી નીકળશે

અલ્પેશ રાણપરિયા| રાજકોટ

નવરાત્રીનુંપર્વ માતાજીની આરાધના કરવાના દિવસો તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ પર્વથી બજારમાં પણ નવી રોનક આવતી હોય છે. રાજકોટ શહેરમાં અંદાજે 2000થી વધુ નાની મોટી ગરબી મંડળમાં હજારો બાળાઓ ભાગ લે છે અને તેમને દરરોજ દાતાઓના સહયોગથી લહાણી આપવામાં આવે છે. એક અંદાજ મુજબ રાજકોટમાં ગરબી મંડળના આયોજન પાછળ 100 કરોડનો ખર્ચ થતો હોય છે.

પ્રાચીન ગરબીના આયોજન માટે અેક માસ પહેલાથી તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે. બાળાઓને ટ્રેનિંગ આપવી, ટ્રેનિંગ દરમિયાન નાસ્તા પાણી પાછળ પણ મોટો ખર્ચ થતો હોય છે. મંડપ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, ટ્રેડિશનલ ડ્રેસ, નાસ્તા અને ભોજન માટે કેટરિંગ, આઇસક્રીમ અને ઠંડા પીણા અને લહાણી પાછળ એક ગરબી મંડળમાં સરેરાશ 4.50થી 5 લાખ સુધીનો ખર્ચના અંદાજ મુજબ 10 દિવસમાં કુલ 100 કરોડથી વધુનો કારોબાર થશે.

પ્રાચીન ગરબીઓ મંડપ, ડેકોરેશન, સાઉન્ડ, ટ્રેડિશનલ ડ્રેસ, કેટર્રસ અને આઇસક્રીમના વેપારીઓને કમાવી દેશે

^નવરાત્રી દરમિયાન વાસણ બજાર ઉપરાંત કિચનવેર તેમજ અન્ય ગૃહ ઉપયોગી બજારમાં ખરીદી વધી જતી હોય છે. સામાન્ય રીતે લહાણી આપનાર હોલસેલમાંથી સીધો માલ ખરીદ કરતા હોય છે. ગરબી મંડળોમાં આજે પણ વાસણની લહાણી આપવાની પ્રથા અકબંધ રહી છે. નવરાત્રી પહેલા વાસણ બજારમાં 15-20 ટકા ખરીદી વધી જતી હોય છે. > ધવલરાયઠઠ્ઠા, ગોપાલવાસણ ભંડાર

નવરાત્રી આવે ત્યારે ખરીદી વધી જાય

અર્વાચીન માં પણ કરોડોનું ટર્નઓવર

રાજકોટમાં15-18 સ્થળોએ અર્વાચીન રાસોત્સવનું આયોજન થયું છે. ડિસ્કો દાંડિયાના આયોજન પાછળ પણ કરોડો રૂપિયાનેા ખર્ચ થઇ રહ્યો છે. આયોજકો મોટી રકમ આપી ગાયક કલાકારો, મંડપ અને ડેકોરેશનવાળાઓને બુક કરાવતા હોય છે. એસ જનકવાળા કોમલબેન સોનપાલે જણાવ્યું હતું કે, ખેલૈયાઓ એક દિવસના ડ્રેસનું ભાડું 400-4000 સુધી ચૂકવતા હોય છે. દસ દિવસમાં પેકેજ પણ એડવાન્સમાં બુકિંગ કરાવતા હોય છે. જેની શરૂઆત 3000થી થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...