તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટને નર્મદાનું પાણી આજી ઝોન, રૈયાધાર ઝોન અને ખંભાળા ઇશ્વરિયા લાઇનમાંથી

રાજકોટને નર્મદાનું પાણી આજી ઝોન, રૈયાધાર ઝોન અને ખંભાળા-ઇશ્વરિયા લાઇનમાંથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટને નર્મદાનું પાણી આજી ઝોન, રૈયાધાર ઝોન અને ખંભાળા-ઇશ્વરિયા લાઇનમાંથી મળે છે. અનેક વખત એવું બને છે કે, કોઇ એક ઝોનમાં નર્મદાનો જથ્થો ઓછો મળે ત્યારે ઘટ પૂરી થઇ શકતી નથી અને કાં તો પાણીકાપ મુકવો પડે છે, કાં તો ટાંગામેળ કરવામાં સમયપત્રક વેરવિખેર બની જાય છે. આવી રીતે રાજકોટના મુખ્ય બે આધારસ્તંભ આજી અને ન્યારી ડેમ પૈકી એક ખાલીખમ હોય અને બીજામાં પાણી ભરપૂર હોવા છતાં બીજા ડેમમાં પાણી પહોંચાડવાનું જટિલ બને છે. વધુમાં કોઇ ઝોનમાં તાંત્રિક ક્ષતિ સર્જાઇ હોય, વીજળી ગુલ થતા પમ્પિંગ થઇ શક્યું હોય, આવા અનેક કારણો વચ્ચે પણ એક્સપ્રેસ ફીડરલાઇન કાર્યરત થયા બાદ જરૂરિયાતના કોઇપણ સમયે એક ઝોનમાંથી બીજા ઝોનમાં નર્મદાનું કે આજી-ન્યારીનું પાણી પરસ્પર મિનિટોની ગણતરીમાં ટ્રાન્સફર કરી શકાશે.

એક્સપ્રેસ ફીડરલાઇનનો છે ફાયદો

પ્રતિ કલાક 20 લાખ, 24 કલાકમાં 5 કરોડ લિટર વહનની ક્ષમતા

ન્યારી-1થી આજી-1 તરફ 1000 ડાયામીટર, જ્યારે ન્યારી-1થી રૈયાધાર 900 ડાયામીટરની તોતિંગ નવી પાઇપલાઇન પાથરવામાંં આવી છે. લાઇનની પાણીની વહન ક્ષમતા પ્રતિ કલાક 20 લાખ લિટર અને 24 કલાકમાં 5 કરોડ લિટર પાણીની વહન ક્ષમતા ધરાવે છે. બન્ને લાઇન મારફતે રોજનું 100 એમ.એલ.ડી. પાણી જે તે ઝોન-વિસ્તારમાં સ્થળાંતર કરી શકાશે.

કારણોસર કામ પાંચ વર્ષ મોડું પૂર્ણ થયું

^પ્રોજેક્ટદોઢ વર્ષમાં પૂર્ણ કરવાની ગણતરી હતી, પરંતુ અનેક વિઘ્નો આવતા રહ્યા. ન્યારી ડેમથી રૈયાધાર સુધી લાઇન નાખવા માટે મુંજકા ટીપી સ્કીમ ફાઇનલ હોવાનું નડતર બન્યું. પછી ફેઝ-2માં ન્યારીથી આજીડેમ સુધી પાઇપલાઇન લંબાવવામાં નેશનલ હોઇ-વે ઓળંગવો પડે તેમ હોય નેશનલ હાઇ-વે ઓથોરિટીમાંથી મંજૂરીમાં વિલંબ થયો. હવે કામ 99 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે. ઉનાળાના દિવસોમાં યોજના વધુ આશીર્વાદરૂપ બનશે. > ચિરાગપંડયા, સિટીઇજનેર, મનપા

અન્ય સમાચારો પણ છે...