તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘સરદાર પટેલે રાજા રજવાડાઓના વાંદરાઓને સીધા કરી દીધા હતા’

‘સરદાર પટેલે રાજા-રજવાડાઓના વાંદરાઓને સીધા કરી દીધા હતા’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મઅભિનેતા કમ સાંસદ પરેશ રાવલે શનિવારે રાજકોટમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન વખતે રાજા-રજવાડાઓના વાંદરાને સરદાર પટેલે સીધા કર્યા હતા. એવું નિવેદન કરતા વિવાદ ઊભો થયો છે. રાવલના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ રવિવારે રાજ્યભરમાં તેમના પૂતળાંદહનના કાર્યક્રમો આપવાનું જાહેર કર્યું છે.

પરેશ રાવલે રાજકોટમાં કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, “સરદાર પટેલે સમગ્ર દેશને એક કર્યો હતો અને રાજા-રજવાડાઓનાં વાંદરાઓને સરખા કર્યા હતા-સીધા કર્યા હતા”. પરેશ રાવલના નિવેદનથી વિવાદ સર્જાયો છે. કરણીસેનાના આગેવાન રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલે દેશ માટે પોતાના રજવાડા સમર્પિત કરી દેનાર રાજવીઓનું અપમાન કર્યું છે. અપમાન ક્ષત્રિય સમાજ સાંખી લેશે નહીં. પરેશ રાવલ માફી નહીં માગે તો તેમની સામે આંદોલન કરવામાં આવશે. એના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં કરણીસેનાના કાર્યકરો રવિવારે પરેશ રાવલના પૂતળાં બાળી વિરોધ કરશે.

આજે કરણી સેના રાજ્યભરમાં પરેશ રાવલના પૂતળાં બાળશે

પરેશ રાવલે રાજકોટમાં કરેલા નિવેદનથી વિવાદ

અન્ય સમાચારો પણ છે...