તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુવક ઉપર ચોર સહિત બેનો છરીથી હુમલો

યુવક ઉપર ચોર સહિત બેનો છરીથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાગંજીવાડામાં રહેતા યુવાન પર રીઢા ચોર સહિત બે હુમલો કર્યો હતો. ગંજીવાડામાં રહેતા નીતિન ઉર્ફે બાડો ખીમજીભાઇ સારેસા ઉપર નામચીન તસ્કર પ્રવીણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ અને અરવિંદ ઉર્ફે છાપુ જાદવભાઇ કિહલાએ છરીના ઘા ઝીંકી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. નીતિને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે શુક્રવારે ઘર પાસે હતો ત્યારે પ્રવીણ ઉર્ફે પલીયાએ ફોન કરીને આજીડેમ સર્કલ નજીક બોલાવ્યો હતો. પોતે ત્યાં ગયો ત્યારે પ્રવીણે કહ્યું હતું કે, મારે સલીમ હાલા સાથે ડખો ચાલે છે તેમાં તું સમાધાન કરવાનું કેમ કહે છે તેમ કહીને પ્રવીણ અને તેની સાથે આવેલા અરવિંદે ઝઘડો કરીને છરીથી હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી પ્રવીણ ઉર્ફે પલીયાની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...