તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાયડુ ટ્રોફી | સૌરાષ્ટ્ર ભીંસમાં 271 5 વિકેટ

નાયડુ ટ્રોફી | સૌરાષ્ટ્ર ભીંસમાં 271/5 વિકેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૈદ્રાબાદખાતે રમાઇ રહેલા સી.કે.નાયડુ ટ્રોફીના સેમિફાઇનલ મેચમાં યજમાન હૈદ્રાબાદ સામે સૌરાષ્ટ્રની ટીમ ભીંસમાં મુકાઇ ગયું છે. હૈદ્રાબાદની ટીમે મેચના પ્રથમ બે દિવસ દાવ લઇ પ્રથમ ઇનિંગમાં 664 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. સૌરાષ્ટ્રના યુવરાજ ચુડાસમાએ 5 વિકેટ મેળવી હતી. મેચના ત્રીજા દિવસે સૌરાષ્ટ્રની ટીમ પહેલો દાવ લેવા મેદાનમાં ઉતરી હતી. દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રે 5 વિકેટ ગુમાવી 271 રન કર્યા હતા. જેમાં સમર્થ વ્યાસ 88, નિકેત જોષી 54 રન મહત્ત્વના હતા.

હૈદ્રાબાદના કાર્તિકેટ કાકે બે વિકેટ મેળવી હતી. દિવસની રમતના અંતે પાર્થ ચૌહાણ (44) અને યશ પારેખ (7) દાવમાં છે. રવિવારે મેચનો છેલ્લો દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્રની ટીમ હજુ 393 રન પાછળ છે.

સૌરાષ્ટ્રની ટીમને હજુ 393 રનની જરૂર, રવિવારે મેચનો અંતિમ દિવસ

અન્ય સમાચારો પણ છે...