તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હોટેલમાં પોલીસનો કાફલો ગોઠવી દેવાયો, ભાજપનો ઘટના બની હોવાનો ઇનકાર

હોટેલમાં પોલીસનો કાફલો ગોઠવી દેવાયો, ભાજપનો ઘટના બની હોવાનો ઇનકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોટેલમાં પોલીસનો કાફલો ગોઠવી દેવાયો, ભાજપનો ઘટના બની હોવાનો ઇનકાર

પોલિટિકલ રિપોર્ટર | રાજકોટ

રાજા-રજવાડાઓનાવાંદરાઓને સરદાર પટેલે સીધા કરી દીધા હતા તેવું નિવેદન કરનાર પરેશ રાવલ સામે રોષે ભરાયેલા રાજપૂત કરણી સેના અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ શનિવારે મધરાત્રે યાજ્ઞિક રોડની ઇમ્પીરીયલ હોટેલમાં ધસી જઇ પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી. ઘટનાની જાણ થતાં મધરાત્રે ભાજપના આગેવાનો હોટેલ પર પહોંચી ગયા હતા અને ડીસીપી હર્ષદ મહેતાની આગેવાનીમાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો.

રાજપૂત કરણીસેનાના આગેવાન રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલના નિવેદનથી રાજપૂત સમાજ ખૂબ ક્રોધીત થયો છે. તેથી કરણી સેનાના આગેવાનો ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, જે. પી. જાડેજા અને યુથ કોંગ્રેસના રાજદીપસિંહ જાડેજા મોડી રાત્રે હોટેલમાં ધસી ગયા હતા અને પરેશ રાવલને લાફાવાળી કરી હતી. ...અનુસંધાન પાનાં નં.4ઝાલાએ એમ પણ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અને રજવાડાંઓ અંગે એલ-ફેલ બોલનાર ભાજપ કે કોંગ્રેસ કોઇપણ પક્ષના નેતા હોય તેને કરણીસેના માફ કરશે નહીં અને પરેશ રાવલ જેવી હાલત કરવામાં આવશે. બીજી તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પરેશ રાવલ સાથે લાફાવાળી થઇ હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો હોટેલમાં પરેશ રાવલના રૂમ પાસે આવ્યા હતા. પરંતુ હોટેલના સિક્યુરિટી સ્ટાફે તેમને પરત મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...