તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધો.12 સા. પ્રવાહની ખાસ પરીક્ષામાં રાજકોટનું 15.90% પરિણામ જાહેર

ધો.12 સા. પ્રવાહની ખાસ પરીક્ષામાં રાજકોટનું 15.90% પરિણામ જાહેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એચએચસી ઓક્ટોબર-2017ની સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું 15.58 ટકા પરિણામ શનિવારે જાહેર કરાયું હતું. પરીક્ષામાં સમગ્ર રાજ્યના 36 જિલ્લા મથકો પર 111203 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 104560 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી માત્ર 16291 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા જ્યારે 88269 પરીક્ષાર્થીઓ નાપાસ થયા હતા. રાજકોટ જિલ્લામાં 5529 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 5188 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી માત્ર 825 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 4363 પરીક્ષાર્થીઓ નાપાસ થતા રાજકોટનું 15.90 ટકા પરિણામ જાહેર કરાયું છે.

ધો.12ની ખાસ પરીક્ષામાં કુલ વિદ્યાર્થીઓ 84648 અને વિદ્યાર્થિનીઓ 26555 નોંધાયા હતા. જેમાંથી 79531 વિદ્યાર્થીઓ અને 25029 વિદ્યાર્થિનીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહી હતી. તે પૈકી 10951 વિદ્યાર્થીઓ અને 5340 વિદ્યાર્થિનીઓ પાસ થતા પ્રમાણપત્ર મેળવવાના પાત્ર થઇ છે. ડિફરન્ટલી એબલ્ડ ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. જેની સંખ્યા 88 છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ તાપી જિલ્લાનું 23.20 ટકા અને સૌરાષ્ટ્રમાં જામનગરનું 21.13 ટકા છે, જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું 10.16 ટકા છે.

સૌથી ઓછું જૂનાગઢનું 10.16 અને સૌથી વધુ જામનગરનું 21.13 %

શિક્ષણ બોર્ડે ઓક્ટો-17નું પરિણામ જાહેર કર્યું, રાજ્યનું 15.58%

અન્ય સમાચારો પણ છે...