• Gujarati News
  • National
  • હોમિયોપેથી તથા એક્યુપ્રેશર નિદાન સારવાર કેમ્પ

હોમિયોપેથી તથા એક્યુપ્રેશર નિદાન સારવાર કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ

હોમિયોપેથી તથા એક્યુપ્રેશર નિદાન સારવાર કેમ્પ

રાજકોટ| બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ 9 રઘુવીરપરા ગરેડિયા કૂવા પાછળ આવેલા ટ્રસ્ટના કાર્યાલયમાં દર શનિવારે સાંજે 4 થી 5 સુધી હઠીલા તેમજ અસાધ્ય રોગોનું માનદ સલાહકાર એન જી મેઘાણી દ્વારા નિદાન કરી દર્દી સાજા થાય ત્યા સુધી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દવા આપવામાં આવે છે. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા દર શનિવાર અને રવિવારે બપોરે 3 થી 5 સુધી ટ્ર્સ્ટના કાર્યાલયે એક્યુપ્રેશર, ફિઝિયોથેરાપી, સુજોક તેમજ કલર થેરાપી નિદાન સારવાર કેમ્પ યોજાય છે. સારવાર કેમ્પમાં થેરાપિસ્ટ રાજુભાઇ બુધ્ધદેવ, દિનકરભાઇ રાજદેવ, અરજણભાઇ પટેલ સહિતના દ્વારા એક્યુપ્રેશર પધ્ધતિ દ્વારા સારવાર અપાય છે.

રાજકોટ | હિન્દીસમાજ રાજકોટના તત્કાલીન નિવૃત્ત પ્રમુખ અને રાજકોટના અગ્રણીય આંદ્યોગિક એક એવી આર વાલ્વના ચેરમેન અને એમડી આર કે જૈનને ઇન્સ્ટી. ઓફ ઇકોનોમિક ડેવલોપમેન્ટ એન્ડ સ્ટડીઝ દ્વારા તાજેતરમાં બેંગ્લોર ખાતે યોજાયેલ સેમિનારમાં કર્ણાટક રાજ્યના મંત્રીના હસ્તે ઉદ્યોગરત્ન એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આર કે જૈન વિવિધ સેવાકીય, સામાજિક, વેપાર ઉદ્યોગ સંગઠનો સાથે જોડાયેલા છે. ઉદ્યોગપતિને એવોર્ડ બદલ હિન્દી સમાજે અભિનંદન પાઠવ્યા છે.

હિન્દી સમાજના નિવૃત્ત પ્રમુખને ઉદ્યોગરત્ન એવોર્ડ

શ્રીજી સર્વે જ્ઞાતિ મેરેજ બ્યૂરો દ્વારા પસંદગી સંમેલન

રાજકોટ| શ્રીજીસર્વે જ્ઞાતિ મેરેજ બ્યુરો દ્વારા રાજકોટમાં સમસ્ત કડિયા જ્ઞાતિના સસ્કારી વેલસેટલ્ડ, શિક્ષિત પાત્રો માટે સંમેલન દર મહિનાના છેલ્લા રવિવારે સાંજે 4થી8 વાગ્યા સુધી પરિચય પસંદગી સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં કડિયા જ્ઞાતિના તમામ અપરિણીત, વિધૂર, વિધવા, ડાયવોર્સિ યુવક યુવતીઓએ ભાગ લેવા અને વધુ વિગતો માટે જયેશભાઇ ટાંક, મહેશ્વરી મેઇન રોડ, લુહાર જ્ઞાતિની વાડી સામે કોઠારિયા રોડ ખાતે સંપર્ક સાધવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

યુવા સેના ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક કેમ્પનું આયોજન

રાજકોટ| વાંકાનેરતાલુકાના ઘીયાવડ ગામના વતની અને કર્મભૂમિ રાજકોટના યુવા અગ્રણી અને ટુંકાગાળામાં સેવાકીય પ્રવૃત્તિમાંયુવા સેના ટ્રસ્ટનું ગૂંજતું કરનાર સમાજસેવાના ભેખધારી એવા યુવા સેના ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાનો જન્મદિવસ ત્રણ દિવસ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ઉજવાશે. જેમાં ટ્રસ્ટ દ્વારા આગામી 8મી જૂનના રોજ પ્રમુખના જન્મદિવસ નિમિત્તે 6 જૂને રક્તદાન કેમ્પ, 7મીએ આયુર્વેદિક નિદાન કેમ્પ અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સતીમા તથા સુરાપુરાદાદાના મંદિરે પાટોત્સવ

જામનગર |જામનગર જિલ્લાના ફલ્લા ગામ પાસે આવેલા ખીલોસ મુકામે આચાર્ય તથા ભટ્ટ કુટુંબના સતીમા તથા સુરાપુરા દાદાના મંદિરે 18મો પાટોત્સવ 31મીને રવિવારના રોજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજાવિધિનો પ્રારંભ સવારે 7 કલાકે થશે જેમાં ગણપતિ પૂજન, સ્થાપિત દેવોનું પૂજન સહિતના ધાર્મિક આયોજનો થશે. બીડંુ હોમવાનો સમય બપોરે 1 કલાકે રાખેલ છે. શુભ પ્રસંગે કુટુંબીજનોએ હવનનો દર્શનનો લાભ લેવા તથા પ્રસાદ લેવા સહપરિવારને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

રાજકોટ તાલુકા પેન્શનર સમાજ સભ્યો જોગ

રાજકોટ| રાજકોટતાલુકા પેન્શનર સમાજ દ્વારા સમાજના હાલના અસ્તિત્વ બંધારણ અનુગામી ટ્રસ્ટી નિમવાની રીતે સંખ્યા અને મુદતમાં વર્ષ 2014-2015ની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય પ્રમાણે પાંચથી ઓછા નહીં અને 20થી વધુ નહીં તે સંખ્યા તેમજ તે સંખ્યા 7થી ઓછા નહીં અને 12થી વધુ નહીં તેમજ ટ્રસ્ટી મંડળ કારોબારી સમિતિની બે વર્ષની મુદતને બદલે પાંચ વર્ષ સુધી માટે ફેરફાર કરવાનો નિર્ણય લેધો હોવાથી ફેરફાર માટે સમાજના સભ્યોને કોઇપણ પ્રકારનો વાંધો તકરાર હોય તો દિવસ 10માં સમાજના કાર્યાલય બહુમાળી ભવન ખાતે સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...