• Gujarati News
  • National
  • મંદિરમાં નુકસાન કરવાની ના પાડતાં યુવક ઉપર હુમલો

મંદિરમાં નુકસાન કરવાની ના પાડતાં યુવક ઉપર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીરોડ પર ગાંધી વસાહતમાં રહેતા વિનોદભાઇ માવજીભાઇ પારઘી ઉપર ઘર નજીક સુરશ ખોડાભાઇ વણકરે હુમલો કરીને કપાળમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. વિનોદભાઇએ પોલીસને જણાવ્યા મુજબ, સુરેશ જૂના મંદિર પાસે બેસીને મંદિરનો ઓટલો તોડી રહ્યો હતો. તેને મંદિરમાં નુકસાન કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા સુરેશે ગાળો ભાંડીને છરીથી હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે મંદિરમાં નુકસાન કરનારા તત્વો સામે ફીટકારની લાગણી વરસી રહી છે.

અન્ય સમાચારો પણ છે...