• Gujarati News
  • રૂડામાં બિલ્ડિંગ પ્લાન માટે વધુ પાંચ શરતો લાગુ કરવામાં આવી

રૂડામાં બિલ્ડિંગ પ્લાન માટે વધુ પાંચ શરતો લાગુ કરવામાં આવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટનાસીમાડે રૂડા વિસ્તારમાં બાંધકામના નિયમોમાં વધુ પાંચ શરતો ચેરમેન વિજય નેહરાએ લાગુ પાડી છે. છેલ્લા ઘણા સમયથી સંખ્યાબંધ પ્લાન મંજૂરીના વાંકે પડ્યા હતા. ફાઇલ પર ધૂળના થર જામી ગયા છે. બિલ્ડરોમાં દેકારો બોલી ગયા બાદ અંતે રૂડાના ચેરમેને લો-રાઇઝ અને હાઇરાઇઝ સહિતના બાંધકામોની ફાઇલ આગળ તો ધપાવી છે, પરંતુ તેમાં પાંચ કડક શરતો લાગુ પાડી દીધી છે. શરતોનો અમલ થશે તો પ્લાન મંજૂર કરાશે.

રૂડા કચેરીમાં છેલ્લા દસેક મહિનાથી લો-રાઇઝ અને હાઇરાઇઝ બાંધકામોના પ્લાન અને કમ્પલિશન સહિતની ફાઇલોનો ભરાવો થઇ ગયો છે. બિલ્ડર લોબીએ છેક ગાંધીનગર સુધી ફરિયાદો કરી છે. સ્થાનિક કક્ષાએ રૂડાના ચેરમેન વિજય નેહરાને પણ બિલ્ડર એસોસિએશને સંખ્યાબંધ વખત રજૂઆતો કરેલી છે.

પેન્ડિંગ ફાઇલોનો ભરાવો ઓછો કરવા માટે ટીપી શાખાની કામગીરીને વેગવંતી બનાવવા માટે ખુદ રૂડાના ચેરમેને અધિકારીને આદેશ આપ્યો છે. જો કે પૂર્વે બિલ્ડર લોબીને નવા જીડીસીઆરના અમલીકરણ બાદ વધુ એક ઝટકો લાગે એવી પાંચ શરતો મૂકી દીધી છે. શરતોની અમલવારી થયેલી હશે તો પ્લાન અને કમ્પલિશન આપવું તેવી સૂચના અપાઇ છે.

શરતોનું પાલન જરૂરી

}પીવાનાપાણીની વ્યવસ્થા આર.ઓ.પ્લાન્ટ સાથે કરવી.

}ગટરવ્યવસ્થા કરવી, જેમાં ડબલ પમ્બલિંગની વ્યવસ્થા રાખવી અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ સાથે રાખવું ફરજિયાત બનશે.

}લાઇટિંગનીવ્યવસ્થા જેમાં મેઇન રોડથી બિલ્ડિંગ સુધી અને એપ્રોચ રોડને આવરી લેવાના રહેશે.

}ફાયરસેફ્ટીની વ્યવસ્થા કરવાની રહેશે.

}સોલિડવેસ્ટ મેનેજમેન્ટ અને ગાર્બેજ ટ્રાન્સફરની વ્યવસ્થા બિલ્ડરે કરવાની રહેશે