તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌની યોજના હેઠળ ડેમી 2 ડેમ ભરાતા ડેમી 3માં પાણી છોડાયું

સૌની યોજના હેઠળ ડેમી-2 ડેમ ભરાતા ડેમી-3માં પાણી છોડાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેમી 3 ભરાયા બાદ પાણી છોડાય તો ચેકડેમો ભરાશે

આમરણચોવીસી વિસ્તાર સ્થિત ડેમી -2 માંથી ડેમી -3 સિંચાઇ યોજના હેઠળ નદીમા પાણી ઠાલવીને લીફ્ટ ઇરીગેશન માટે સરકારના નિયમ મુજબ રકમ જમા કરાવીને સિંચાઇ માટે પાણી છોડવાનો ખેડુતના હિતમા નિર્ણય લેવાયો છે.

સૌની યોજના હેઠળ પૈકી ડેમી- 2માથી પાણી ડેમી -3 સિંચાઇ યોજનામા અપાઇ છે.આ ડેમના દરવાજા મારફતે નદીમા પાણી આપીને લીફ્ટ ઇરીગેશન ધુળકોટ,આમરણ,અંબાલા,માવનુ ગામ,બેલા વગેરે ગામોના ખેડુતોના પાક બચી શકે તેમ છે.ખેડુતોના પાક બચાવવા માટે ડેમી-3 માથી એક સાથે 3 કલાકમાજ ફોર્સથી પાણી છોડવામા આવેતો ડેમી-3 માથી બેલા સુધીના બધાજ ચેકડેમો ભરાઇ જાય તેટલુજ પાણી અંગે ગાંધીનગર રૂબરૂ જળસંપતી મંત્રી નાનુભાઇ વાનાણીને સાંસદ પુનમબેન માડમ , ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા દ્વારા રજુઆત કરાઇ હતી. બાદ સિંચાઇ વિભાગના ઇન્જીનીયર રાવલ અને રાજકોટના ઇજનેર કલ્યાણીભાઇએ પાણી છોડવાની કામગીરી આરંભી છે. ડેમી-2 અને ડેમી-3 મા પાણી છોડવાના નિર્ણય બાદ ડેમી-2 નુ લેવલ જળવાઇ રહે તેની પણ તકેદારી રાખવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...