તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પીઠડિયા પાસે અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત

પીઠડિયા પાસે અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટધોરાજી હાઇવે પર પીઠડિયા નજીક શનિવારે રાત્રે બાઇકને કારે ઠોકરે લેતા બાઇકચાલક રાજકોટના યુવક અને તેની પત્નીનાં મોત નીપજ્યા હતા, જ્યારે મૃતકના બે સંતાનોને ઇજા થઇ હતી.

રાજકોટના કોઠારિયા રોડ પરના નીલકંઠપાર્કમાં રહેતા જયેશભાઇ જગદીશભાઇ હરસોરા (ઉ.વ.35), તેમના પત્ની જાગૃતિબેન (ઉ.વ.32) પુત્રી પૂજા (ઉ.વ.13) અને પુત્ર તેજશ (ઉ.વ.9) શનિવારે રાત્રે બાઇકમાં રાજકોટથી ધોરાજી જવા નીકળ્યા હતા. હરસોરા પરિવાર રાત્રે નવેક વાગ્યે રાજકોટ ધોરાજી હાઇવે પર પીઠડિયા ગામના વળાંક પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કોઇ અજાણી કારે બાઇકને ઠોકર મારી હતી. કારની ઠોકરથી હરસોરા પરિવારના ચારેય સભ્યો રસ્તા પર ફંગોળાયા હતા અને ચારેયને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલક જયેશભાઇ અને તેના પત્ની જાગૃતિબેનનું મોત નીપજ્યું હતું, જ્યારે તેજશની હાલત પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સદનસીબે પૂજાને સામાન્ય ઇજા થઇ હતી. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, જયેશભાઇ ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને તેઓ પરિવાર સાથે ધોરાજી રહેતા તેમના સસરાને ઘરે જવા નીકળ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હતો. પોલીસે મૃતક જયેશભાઇના પિતા જગદીશભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.

સસરાના ઘરે જતી વેળાએ બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...